8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, ધર્મશાળા અને ભોજન શાળા બંધ રહેશે, કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન ફરજિયાત

સરકાર દ્વારા પાંચમુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 8 મેથી મંદિરો ખોલવાની છુટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ખોડિયાર મંદિર, બગદાણા સહિત મંદિર, મસ્જીદો, દેરાસરો, ચર્ચ, ગુરૂદ્વારાઓ દર્શનાર્થીઓ માટે પૂજન દર્શન કરવા માટે ખોલવામાં સરકારની ગાઇડ લાઇન અને મોટા ધાર્મિક સ્થળો પર વિશેષ સુવિધાનું આયોજન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર આવેલુમાં ખોડીયાર માતાનુ મંદિરે સામાન્ય દિવસોમાં 3 હજારથી 5 હજાર અને રવિવારે 15 હજાર અને પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભકતો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારેશ્રધ્ધાળુઓ માટે મંદિરમાં માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્ટસ રાખવુ, મંદિરમાં પ્રવેશતા પહેલા સેનેટાઈઝ કરવુ, કુંડાળા કરવા, તેમજ મેટલ ડિટેકટર મશીન મુકવામાં આવશે.

બગદાણા ખાતે પણ સેનેટાઇઝ, નાના ગેટમાંથી એન્ટ્રી, તાપમાન માપવુ, કુંડાળા કરવા,રંગ મંડપમાં 20 વ્યકિતને જ એન્ટ્રી, ધર્મશાળા, ભોજન શાળા બંધ રાખવામાં આવશે. ભીડ ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે.સાંઈબાબા મંદિર મેઘાણી સર્કલના રમેશભાઈ મહેતાના જણાવ્યા મુજબ સરકારની ગાઈડલાઈન મુજબ 8 જૂનથી મંદિર દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. જેમાં સર્કલો, સેનીટાઈઝેશન, મર્યાદિત લોકોને પ્રવેશ સહિતની સુવિધાઓ ઊભી કરાશે.

શામળાજી મંદિરને હાલ સંપુર્ણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવિું ફરજિયાત રહેશે. સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવશે તેનું ચોક્કસ પાલન કરવામાં આવશે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. અને કોઈપણ જાતની કનડગત ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકડાઉનનાં પગલે પ્રભાસતીર્થનાં અનેક દેવાલયો બંધ થયા હતા. સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં 40 જેટલાં મંદિરોના દ્વાર ખુલશે. 70 દિવસ બાદ દેવાલયોનાં દ્વાર ખોલવા સરકારે નિર્ણય જાહેર કરતાં ખુશીની લહેર છવાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક શોપીંગ સેન્ટર ના વેપારીઓ પણ રોજગાર ધંધા ફરી શરૂ થશે તેને લઇ ખુશખુશાલ બન્યા છે.

ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સેનિટાઈઝ ટર્નલ બનાવવામાં આવી છે. જેથી ભક્તો આવે તો તેમાંથી સેનિટાઈઝ થઈને મંદિરમાં જઈ શકે. ખાસ જ્યારે ઘણા લાંબા સમયથી મંદિરો બંધ છે ત્યારે ભક્તો આતુર છે કે ક્યારે મંદિર ખુલે અને ભગવાનના દર્શન થાય. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા આવી રહી છે, ત્યારે આ વખતે 5 જૂને યોજાનારી જલયાત્રામાં પણ ભક્તો સામેલ નહી થઈ શકે. જેથી 8 તારીખને લઈને અત્યારથી જ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દ્વારકાધીશનાં મંદિરમાં પણ સેનિટાઈઝ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવામાં આવશે. તો ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ અગાઉ ફક્ત પુજારીઓ અને સેવકો માટે સેનિટાઈઝ ટનલ લગાવવામાં આવી છે. તો શ્રદ્ધાળુઓને લઈને પણ ખાસ પ્રકારની વ્યવસ્થા માટે આયોજન કરાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો