આ યોગાસન કરવાથી માત્ર 1 જ મહિનામાં સાથળ અને હિપ્સની ચરબી થશે દૂર

ચરબી ઓછી કરવા આજકાલ ઘણા લોકો નીતનવા ઉપાય કરે છે. જીમમાં જવાથી લઈને અનેક જાતના ઓપરેશન પણ કરવામાં આવે છે. જોકે ઘણીવાર ડાયેટ પ્લાન અને જીમ ગયા પછી પણ શરીરની ચરબી દૂર થતી નથી અને જો થાય છે તો શરીરના કેટલાક ભાગ પર સાવ દૂર થઈ જાય છે જ્યારે કેટલાક ભાગ પર જેમની તેમ રહેતા તમારુ પોશ્ચર વધુ ખરાબ દેખાય છે.

આ રીતે એક મહિનામાં દેખાશે ફરક

જેમ કે ફક્ત પેટની ચરબી ઓછી થઈ જાય એટલે તમે ફીટ છો એવું ન કહેવાય. શરીરના અન્ય અંગો જેમ કે સાથળ, કમર, હિપ્સ પર જમા થતી ચરબી દૂર કરવી પણ જરૂરી છે. જેથી આજે એવા યોગાસનો વિશે જણાવીશું જે કરવાથી બોડીના આ બંધા અંગો પર જામેલી ચરબી ઓછી થશે અને માત્ર એક જ મહિનામાં તમને ફરક દેખાશે.

ત્રિકોણાસનઃ કમર પાતળી થાય છે અને પીઠ મજબૂત બને છે.

– સીધા ઊભા થઈ જાવ.
– પગની વચ્ચે 3-4 ફૂટનો અંતર રાખો.
– બંને હાથને ખભા સુધી ઉપર ઊઠાવો અને જમણા હાથથી જમણા પગને ટચ કરવાનો પ્રયાસ કરો.

– ડાબા હાથને એકદમ ઉપરની તરફ સીધો રાખો.
– 1 મિનિટ આ પોઝિશનમાં રહો અને પછી સામાન્ય પોઝિશનમાં આવી જાવ.
-આ ક્રિયા બીજા હાથથી પણ રિપીટ કરો.

પરિવૃત ત્રિકોણાસનઃ પેટ, હિપ્સ અને જાંઘની ચરબી ઓછી થાય

-બંને પગની વચ્ચે 4 ફૂટનો અંતર રાખી ઊભા થઈ જાઓ.
-બંને હાથને ખભા સુધી ઉપર ઊઠાવો.
-હવે બંન્ને હાથને ડાબી તરફ ફેરવો અને ડાબા હાથથી સીધા પગને ટચ કરવાનો પ્રયાસ કરો.

-જમણા હાથને સીધો રાખો.
-30 સેકન્ડ આ પોઝિશનમાં રહો અને પછી અન્ય સાઈડથી પણ રિપીટ કરો.

બાલાસનઃ પેટની ચરબી ઓછી કરવામાં મદદરુપ

-સૌથી પહેલાં પગ ઊંધા કરીને બેસી જાઓ અને શરીરનો ભાર એડીઓ પર રાખો.
-હવે ઊંડો શ્વાસ લઈને શરીરને આગળની તરફ ઝુકાવો.
-બંન્ને હાથને સાઈડમાં રાખો.

-આ આસનમાં છાતી જાંઘને ટચ કરે અને માથું જમીનને ટચ કરે એ રીતે પ્રયાસ કરો.
-આ મુદ્રામાં 2-3 મિનિટ રહો અને પછી સામાન્ય પોઝિશનમાં આવો.

ધનુરાસનઃ સમગ્ર બોડી શેપમાં આવે

-સૌથી પહેલાં પેટના બળે સૂઈ જાઓ. બંન્ને હાથ આગળની તરફ રાખો.
-હવે બંન્ને પગ એકબીજા સાથે જોડીને બંન્ને પગને ઘૂંટણથી વાળી લો.
-હવે બંન્ને હાથ પાછળ લઈ જાઓ અને પગના પંજાને પકડો.

-હવે તમારી ક્ષમતા મુજબ પગના ઘૂંટણ, જાંઘ અને ધડને ઉપર ઊઠાવો.
-થોડીવાર આ પોઝિશનમાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં આવી જાઓ.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!