ભારતના સૌથી વૃદ્ધ યોગગુરુ, સરળતાથી કરે છે ખૂબ જ મુશ્કેલ 20 આસન, જુઓ વીડિયો

98 વર્ષની ઉંમર, એટલે કે જીવનનો એ પડાવ જ્યાં મોટાભાગના લોકોને હલનચલન કરવામાં બહુ તકલીફનો સામનો કરવો પડે છે અને બીપી-ડાયાબીટીસ જેવી લાઈફસ્ટાઈલ ડિસીસ ઘેરવા લાગે છે, એવામાં કોયંબટૂરની નન્નામલ એક ઉદાહરણ છે. નન્નામલના જીવનમાં બીમારીઓ માટે કોઈ જગ્યા નથી. તે દરરોજ યોગ કરે છે અને શીખવે પણ છે. તેને ભારતની સૌથી વૃદ્ધ યોગગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તે 20થી વધારે અઘરા આસન સરળતાથી કરી લે છે. નન્નામલે યોગનું શિક્ષણ તેના પિતા પાસેથી લીધું હતું જે પોતે એક ડોક્ટર હતા. નન્નામલનું શરૂર આજે પણ એટલું ફ્લેક્સિબલ છે જેટલું કોી નાના બાળકનું હોય છે. નન્નામલ દરરોજ સવાર વહેલા ઉઠીને અડધો લીટર પાણી પી જાય છે અને બાળકને શીખવવા નીકળી પડે છે. તે પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે તેમાં તે એવી વસ્તુઓ સામેલ કરે છે જેમાં ફાયબર અને કેલ્શિયમનું પ્રમાણે વધારે હોય છે.

5 પોઈન્ટ્સમાં જાણો તેના વિશે

1. નન્નામલે યોગનું શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું જેઓ એક ડોક્ટર હતા. આખી જિંદગી સ્વસ્થ રહેવા અને બીજાને સ્વસ્થ બનાવવા માટે સમર્પિત નન્નામલનું શરીર આજે પણ એટલું જ ફ્લેક્સિબલ છે જેટલું કોઈ નાના બાળકનું હોય.

2. નન્નામલ દરરોજ સવારે વહેલા ઉઠીને અડધો લીટર પાણી પીવે છે અને બાળકોને યોગ શીખવાડવા જાય છે. પોતાના ડાયટનું ખાસ ધ્યાન રાખે છે. તેમાં તે એવી વસ્તુ સામેલ કરે છે, જેમાં ફાયબર અને કેલ્શિયમનું પ્રમાણે વધારે હોય છે.

3. સ્વસ્થ રહેવા માટે તે દરરોજ સવારે યોગ કરે છે. સાદુ ભોજન કરે છે. રાતનું ભોજન 7 વાગ્યા સુધીમાં ખાઈને જલ્દી સૂઈ જાય છે. પોતાના ડાયટમાં નન્નામલ ફળ અને મધને જરૂર સામેલ કરે છે.

4. યોગ પ્રશિક્ષક હોવાની સાથે તે નેચુરોપેથની સમર્થક પણ છે. તેમના પ્રમાણે, કુદરતની નજીક રહેવાથી દરેક વ્યક્ત સ્વસ્થ રહે છે અને તેમાં એનર્જી ભરેલી રહી છે. તેમાંથી જે પણ આવે છે, તેને કુદરતી ઔષધિઓ અને તેના ફાયદા જણાવવાનું પણ નથી ભૂલતી.

5. આખી દુનિયામાં લગભગ તેમના 600 વિદ્યાર્થી છે. પહેલા તે પોતાના ઘરમાં અમુક લોકોને જ યોગ શીખવતી હતી, પરંતુ એક સ્પર્ધામાં ભાગ લીધા પછી તેમને પ્રસિદ્ધિ મળી, ત્યારપછી આ 100થી વધારે સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. હવે યોગ તેમના માટે પરિવારની વિરાસત બની ચૂકેલો છે…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો