ચીનની શાઓમી અને વિવો કંપનીઓએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી લીધી, પણ કરવેરારૂપે એક રૂપિયો પણ ન આપ્યો

ભારતના સ્માર્ટફોનનાં બજારોમાં ચીનની કંપનીઓએ બહુ ઊંડાં મૂળ નાખી દીધાં છે. શાઓમી, ઓપ્પો, વિવોએ આવી કંપનીની યાદીમાં મોખરાના સ્થાને છે. એના લો બજેટથી લઈ પ્રીમિયમ સ્માર્ટફોન સુધી દરેક લેવલના મોબાઈલ ઉપલબ્ધ કરાવી રહી છે. ભારતીય ગ્રાહકો પાસેથી આ કંપનીઓ મબલક કમાણી કરી રહી છે, પણ દેશના વિકાસમાં તેમનું યોગદાન એક રૂપિયાનું પણ નથી.

આ વાત જાણીને ભારે આશ્ચર્ય થશે કે પ્રત્યેક વર્ષે ચીનની કંપનીઓ ભારતીય ગ્રાહકો પાસેથી 1 લાખ કરોડથી વધારે કમાણી કરી રહી છે, પણ ભારતમાં કરવેરારૂપે એક રૂપિયો પણ આપતી નથી. જ્યારે ટેક્સની વાત આવે છે ત્યારે ભારતના ટેક્સ ડિપાર્ટમેન્ટને તે કંઈ જ આપવા તૈયાર હોતી નથી. આ સંજોગોમાં આ કંપની હવે ભારત સરકારની નજરમાં ચડી ગઈ છે. હવે ભારત સરકાર કરવેરાને લગતાં તમામ પાસાં અંગે તપાસ કરી રહી છે અને વિવિધ તપાસ એજન્સીઓ ચીનની કંપનીઓની દરેક બાબત અને રમતોની ઊંડી તપાસ કરી રહી છે.

આવક છૂપાવવાનો આરોપ
આ તમામ કંપનીઓ પર આરોપ છે કે તે પોતાની આવક અંગેની માહિતી છુપાવી રહી છે. કરવેરાથી બચવા માટે નફા અંગે કોઈ જ જાણકારી આપતી નથી. આ ઉપરાંત ભારતીય બજારમાં ઘરઆંગણાના ઉદ્યોગોનો સર્વનાશ વાળી નાખવા પોતાના પ્રભુત્વ અને દબદબાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ કંપનીઓએ નિયમનકારી માહિતીમાં પણ ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) પણ તપાસ કરી શકે છે
તાજેતરમાં વિવિધ એજન્સીઓએ ચીનની ફોન કંપનીઓનાં વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. તેમાં આવકવેરા વિભાગ તથા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)નો સમાવેશ થતો હતો. એને લીધે સરકારે આ કંપનીઓ સામે વ્યાપક તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પોતાના પ્રભત્વનો ફાયદો લઈ રહી છે અને રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસનો આશરો લઈ રહી છે. આ સંજોગમાં હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) આ અંગે તપાસ હાથ ધરી શકે છે.

ભારતના મોબાઈલ માર્કેટમાં 70 ટકા ચાઈનીઝ પ્રોડક્ટ
એક રિપોર્ટના આધારે ભારતનું સ્માર્ટફોન માર્કેટ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું છે, જેમાંથી 70 ટકા ભાગીદારી ચીની કંપનીઓની પ્રોડક્ટ છે. વળી, ભારતમાં ટેલિવિઝનનું માર્કેટ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું છે, જેમાં ચીની કંપનીઓની ભાગીદારી સ્માર્ટ ટીવીમાં પણ લગભગ 45 ટકા છે. જ્યારે નોન-સ્માર્ટ ટીવીમાં ચીની કંપનીઓની ભાગીદારી લગભગ 10 ટકા રહી છે.

ભારતમાં કેટલી ચીની કંપનીઓ વેપાર કરે છે?
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં અત્યારે 80 ચીની કંપની સક્રિય રીતે વેપાર કરી રહી છે. તેવામાં ભારતમાં 92 ચીની કંપનીઓ રજિસ્ટર્ડ છે, જેમાંથી 80 કંપનીઓ વેપાર કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો