આ તો હદ્દ થઈ: સુરતમાં રોંગ સાઈડમાં જતા સાયકલ સવારને પકડીને પોલીસે રૂ. 3000નો મેમો ફટકારી દીધો

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો.સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ફોર વ્હિલર આવતી હોય તો તેને મેમો આપવાનું સામાન્ય હતું. પરંતુ આજે સાયકલ ચાલકને મેમો આપતા આશ્ચર્ય થયું હતું. સાયકલ ચાલકને જે કલમ લગાવવી જોઈતી હતી તે કલમને બદલે મોટર વ્હીકલ એક્ટની કલમ 184 લગાડાતા મેમો આપનારની ભૂલ સામે આવી હતી. એન્જિન ન હોય તેવા વાહનને માટે આ કલમ લગાડી શકાય નહીં

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાહનચાલકોની સાથે સાયકલ સવારને મેમો
સચીન જીઆઇડીસી જીઆવ બુડીયા ગામ તરફ જવાના રસ્તા પર આજે ટ્રાફિક પોલીસ દ્વારા 90 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા હતા. સાયકલ સવાર આધેડ રાજબહાદુર યાદવને સવારે 9 વાગે સચિન વિસ્તારમાં મેમો આપ્યો હતો.સાઈકલ લઈને કોઈ રોંગ સાઇડમાં જાય તો કલમ 90 મુજબ કોર્ટનો કે RTOનો મેમો આપવામાં આવે છે. મેમોમાં જે કલમ લખવામાં આવી છે તે પણ પોલીસ દ્વારા ખોટી લખાય છે.

ખોટી કલમ લખાયાનો સ્વિકાર
ટ્રાફિક વિભાગના એસીપી એચડી મેવાડાએ સ્વિકાર્યું કે, મોટર વ્હીકલ એક્ટની કલમ લખવામાં આવી છે, તે ખોટી છે અમે તેને સુધારી લઈશું. પરંતુ મહત્વની વાત એ છે કે, સચીન જીઆઇડીસીથી જીઆવ બુડીયા ગામ તરફના રસ્તા ઉપર વાહન ચાલકો ખૂબ મોટું જોખમ લઈને ડિવાઈડર ઓળંગતા હોય છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે. અમે હાઈ-વે ઓથોરીટીને પણ જાણ કરે છે કે, ડિવાઈડર ઉપર લગાડી દેવામાં આવે છે.જેથી કરીને અકસ્માતો ન થાય. અમારી ટીમ દ્વારા આજે સવારથી આ સમગ્ર વિસ્તારની અંદર 90 જેટલા મેમો ફાડવામાં આવ્યા છે. અમારો ઉદ્દેશ ફેટલ રોકવા માટેનો છે. લોકરક્ષક દળના કોમલ ડાંગર દ્વારા આ મેમોની અંદર કલમ લખવામાં ભૂલ થઇ છે, જે મારા ધ્યાન પર પણ આવી છે.

ભોગબનનારે કહ્યું કે, ‘હું સચીન જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 2 પાસે આવેલ બંગલામાં કામ કરું છું. સંચાના કારખાનામાં 11 વર્ષથી નોકરી કરું છું. આજ દિવસ સુધી આવું બન્યું નથી મારી જોડે. આ મેમોમાં મોટર વેહિકલ એક્ટની કલમો લગાવામાં આવી હતી, તેના મુતાબિક રૂપિયા 3 હજાર સુધીનો દંડ થાય પણ આ મામલે જયારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતા પોલીસ કર્મચારી આમાં સાઇકલનો એક્ટ આવે તેની જગ્યા પર ભૂલ કરી છે.

તેમણે કહ્યું કે, આ મેમો આપવા પાછળ સાઇકલ સવાર લોકો રોંગસાઇડ આવવાનું બંધ કરે અને તેના લીધે અકસ્માત ન થાય તે માટે આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. જોકે આ ગુનામાં માત્ર સાઇકલ સવારને સમાન્ય પહોંચ એટલે કે કાયદો તોડતા તેની જાણકારી સાથે, જો દંડ કરવામાં આવે તો માત્રને માત્ર 0 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીનો થતો હોય છે, પણ લોકોને ખબર પડે કે, પોલીસ અહીંયા હાજર છે અને તે નિયમો તોડી રહ્યા છે. આ લોકો જાગૃત થાય તે માટે મેમો આપીને તેમને કાયદાનું પાલન કરે તે માટે આ પ્રયોગ સુરત ટ્રાફિક પોલીસે શરૂ કરાયો છે, તેવું ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુબે દ્વારા જાણકારી આપવા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો