ગાડી પર આર્મી, પ્રેસ, પોલીસ, મેયર, ધારાસભ્ય, ચેરમેન લખવા પર હાઈકોર્ટનો બેન, જજે પોતાની જ કાર પરથી હાઈકોર્ટ હટાવીને શરૂઆત કરી

ટ્રાઈસિટીમાં હવેથી સરકારી કે ખાનગી વાહન પર પદ કે કોઈ કાર્યાલયનું નામ લખવા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ચંડીગઢ઼ પોલીસને આવું લખવા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અગત્યની વાત એ છે કે, વાહન પર આર્મી, ડૉક્ટર, પ્રેસ, પોલીસ, મેયર, ડીસી, ધારાસભ્ય, ચેરમેન વગેરે વીઆઈપી પદો લખવા પર સંપૂર્ણપણે બેન લગાવી દેવામાં આવ્યો છે.

જસ્ટિસ રાજીવ શર્મા અને જસ્ટિસ અમોલ રતન સિંહની પીઠે સુનાવણી કરી. આ દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે, પાર્કિંગને લઈને સરકારી અને ખાનગી વાહનો પર લાગેલા સ્ટીકર પર કોઈ બેન નથી પણ જે વાહનો પર કોઈપણ અધિકારી પદ, એંબલમ કે વિભાગના સ્ટીકર હશે, તેના પર 72 કલાક બાદ સંપૂર્ણ રીતે બેન લગાવી દેવામાં આવશે.

પોતાની કાર પરથી હાઈકોર્ટ હટાવી શરૂઆત કરીઃ

જસ્ટિસ રાજીવ શર્માએ આ આદેશ આપ્યા બાદ સૌથી પહેલા પોતાના જ વાહન પરથી સ્ટાફને કહીને હાઈકોર્ટ હટાવવાનો આદેશ આપી દીધો. જસ્ટિસ શર્માએ કહ્યું કે શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. અગત્યની વાત એ છે કે તે પહેલા તેઓ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આ પ્રકારનો આદેશ જારી કરી નામ અને પદ લખવા બાબતે બેન લગાવી ચૂક્યા છે. કોર્ટે કહ્યું, જજ પણ હોઈકોર્ટના આદેશની મર્યાદાની બહાર રહેવા જોઈએ નહીં. માટે સૌની જેમ તેમના વાહનો પણ વિશેષ રહેશે નહીં.

જસ્ટિસ રાજીવ શર્માએ કહ્યું, લોકો તેમના વાહન પર ધારાસભ્ય, પોલીસ, આર્મી અને પ્રેસ વગેરે લખાવે છે. એ તો સમજાયું પણ એક વ્યક્તિએ તો પોતાના વાહન પર ધારાસભ્યનો પાડોશી પણ લખાવી દીધું હતું. તો અન્ય એ પૂર્વ ધારાસભ્યનું સ્ટીકર લગાવેલું. આ લોકો રસ્તા પર રૂઆબ દેખાડવા માટે આવું કરે છે. રસ્તા પર દરેક વ્યક્તિ સમાન છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો