‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ અકસ્માતો કરતી સિટી બસ પર પરિવાર રાહ જુએનું સૂત્ર લખાવ્યું છતાં 14ને કચડી માર્યા

છેલ્લા બે દિવસથી સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંઈ આ પ્રકારનો રોષને જોઈને પાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઈવરની સામે કાચ પર ‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ સૂત્ર લખાયા હતાં. જોકે, આ સૂત્ર લખવા છતા છેલ્લા 10 મહિનામાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં 14નાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ક્યાં હેતુથી સ્લોગન લખાયું હતું?

શહેરમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા બનાવોને ગંભીરતાથી લઈ પાલિકાએ અધિકારીઓએ બસના ડ્રાઈવરને વખતો વખત ટ્રેનિંગ આપવા સાથે હવે દૈનિક પ્રતિજ્ઞા લેવડાવવાની શરૂઆત કરી હતી. સાથે ઘણાં રૂટો પર તો સ્પિડ બ્રેકર પણ લગાડાયા છે તેમજ વધુને વધુ સુધારા કરી અમલીકરણનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. પાલિકા હસ્તકની બસોમાં ડ્રાઈવર બેસે છે તેની બરોબર સામેના ફ્રન્ટ કાચ પર ‘મારાથી આજે કોઈ અકસ્માત થશે નહીં મારો પરિવાર મારી રાહ જોવે છે..’ તેવું સ્લોગનના સ્ટિકર લગાડવામાં આવ્યા છે. આ એક નવતર પ્રયોગ કરાયો છે આ સ્લોગનના શબ્દો જ ઘણાં પ્રેરક હોય બસ ચાલકોમાં બસ ચલાવતી વખતે સભાનતા કેળવશે. એટલું જ નહીં સામે જોઈને બસ ચલાવવાનું હોય આ પ્રેરક શબ્દો તેમને પરિવારની હંમેશા યાદ અપાવશે અને પોઝિટિવ વિચાર પ્રેરશે અને અકસ્માત તેથી મહત્ત્મ ઘટાડો થશે તે હેતુથી લગાવવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં 53 જણાનો ભોગ લીધો

ગત ફેબ્રુઆરી મહિનામાં અકસ્માતો નિવારવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, ફેબ્રુઆરીથી નવેમ્બર સુધીમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં 14ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જાન્યુઆરી 2014થી શરૂ થયેલી સિટી બસ સેવાએ અત્યાર સુધીમાં 53 જણાનો ભોગ લીધો છે. આ અકસ્માતોમાં ડિંડોલી બ્રિજ પર બનેલી પિતા-પુત્ર અને ભત્રીજાના મોતની ઘટના સૌથી મોટી છે.

રોજ 2.20 લાખ લોકો મુસાફરી કરે છે

પાંચ વર્ષ અગાઉ પાલિકાએ બસ સેવા શરૂ કર્યા બાદ હાલમાં બસમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલતમાં શહેરમાં સિટી અને બીઆરટીએસ બસોમાં રોજ 2.20 લાખ લોકો બસ સેવાનો લાભ લઈ રહ્યા છે. બસ રૂટ અને મુસાફરોમાં વધારો થઈ રહ્યો છે તેમ અકસ્માતોની સંખ્યા પણ વધતી રહી છે.

અકસ્માત અટકાવવા બેઠક

અકસ્માત બાદ પાલિકા કમિશનરે બેઠકમાં અકસ્માતોની માહિતી માંગી છે. આ અકસ્માત દરમિયાન ડ્રાઈવર કોણ હતા? કંઈ એજન્સીની બસ ચાલતી હતી? જેવી માહિતી આપવા સુચના આપવામાં આવી છે. જ્યારે સિટી અને બીઆરટીએસ બસ રૂટ ઉપર અકસ્માત કેવી રીતે અટકાવી શકાય તે માટે ચર્ચા કરી હતી.

અકસ્માત રોકવા માટે હવે એક્સપર્ટ પાસે સર્વે કરાવાશે

પાલિકા કમિશનર બંઝાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે, પાલિકા સંચાલિત બસ સેલાના રૂટમાં અકસ્માત રોકવા માટે હવે એક્સપર્ટ પાસે સર્વે કરાવાશે. અકસ્માત રોકવા માટે સેપ્ટ પાસે ટ્રાફિકનો સર્વે કરાવવાનો નિર્ણય કર્યો છે. આ એજન્સી પાસે સર્વે કરાવીને તેના કારણે સાથે અધિકારીઓને અકસ્માત રોકવાની કામગીરી કરવા તાકીદ કરવામાં આવી છે.

ગત રોજ ત્રણનો ભોગ લેનાર બસ પર સ્લોગન ન હતું

બસના કાચ પર ‘આજે મારાથી અકસ્માત નહીં થાય મારો પરિવાર મારી રાહ જોઈ રહ્યો છે’ સૂત્ર લખાયા હતાં. બુધવારે 3 માસુમ સહિત 5ને અડફેટે લઈ 3 વ્યક્તિનું મોત નિપજાવનાર સિટીબસના કાચ પર આવું કોઇ સુત્ર જોવા મળ્યું ન હતું. જ્યારે આજે ઉધના દક્ષેશ્વર મંદિર નજીક બાઈક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જનાર સિટી બસના કાચ પર સ્લોગન જોવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો