વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટી લૉકડાઉનમાં આપી રહી છે મફત અભ્યાસ કરવાની તક, 67 ઓનલાઈન કોર્સ કરી દીધા ફ્રી

કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે. શાળા-કોલેજ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. એ સમયે વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટીએ એક મોટું પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે 67 ઓનલાઈન કોર્સ મફત કરી દીધા છે. વિદ્યાર્થી ઘરે બેસીને આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે અને તેમાં નિપૂણતા હાંસલ કરી શકે છે. આ વિવિધ કોર્સની અવધિ 1થી 12 સપ્તાહ સુધીની છે. તેમાંથી ઘણા કોર્સ એવા છે કે જેની સામાન્ય દિવસોમાં ફી 2 હજારથી અઢી લાખ રૂપિયા સુધી હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ વિષય કે જેમાં યોગ્યતાની જરૂર નથી

હાર્વર્ડના કોર્સ માટે કોઈ વિશેષ યોગ્યતા કે માપદંડ રખાયા નથી. તમારે બસ તમારી પસંદગીનો કે નિપૂણતા ધરાવતો વિષય પસંદ કરવાનો છે. આ વિષય છે : પ્રોગ્રામિંગ, હ્યુમિનિટી, સોશિયલ સાયન્સ, ડેટા સાયન્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, આર્ટ એન્ડ ડિઝાઈન, એજ્યૂકેશન એન્ડ ટીચિંગ, હેલ્થ એન્ડ મેડિસિન, ગણિત, વિજ્ઞાન અને બિઝનેસ.

કયા કોર્સ રોજબરોજના જીવન સાથે જોડાયેલા છે

  • મિકેનિકલ વેન્ટિલેશન ફોર કોવિડ-19
  • આંત્રપ્રિન્યોરશિપ ઈન ઈમર્જિંગ ઈકોનોમી
  • હિન્દુઈઝમ થ્રૂ ઈટ્સ સ્ક્રીપ્ચર્સ
  • બેકપેઈન : ફાઈન્ડિંગ સોલ્યૂશન ફોર એન્કિંગ બેક
  • કન્ટ્રોલિંગ યોર બ્લડપ્રેશર
  • શેક્સપિયર્સ મર્ચન્ટ ઓફ વેનિસ : શિલોક
  • શેક્સપિયર્સ હેમલેટ : ધ ગોસ્ટ
  • ધ આર્કિટેક્ચરલ ઈમેજિનેશન
  • ઈમ્પ્રુવિંગ ગ્લોબલ હેલ્થ

આ રીતે પ્રવેશ મેળવી શકાય

સત્તાવાર વેબસાઈટ online-learning.harvard.edu/ પર જાવ. પસંદગીનો કોર્સ નક્કી કરો. દરેક કોર્સ સાથે સંક્ષિપ્ત વિવરણ, અવધિ અને શરૂ થવાની તારીખ આપી છે.

ફોર્મ ભરો. તેમાં નામ, ઈ-મેલ આઈડી, દેશનું નામ, યુઝર નેમ, પાસવર્ડ ભરી એકાઉન્ટ બનાવવું પડશે.

ઈ-મેલ પર આવેલી લિંક એક્ટિવેટ કરો. કોર્સ સંબંધિત સામગ્રી અને વીડિયો લોગઈન થતાં આવવા માંડશે.

તમે કોર્સની વિસ્તૃત માહિતી મેળવી શકો છો. ટેક્સ્ટ અને વીડિયો કન્ટેન્ટ બંને છે. પ્રોફેસર સાથે ડિસ્કસ કરી શકો છો.

હાર્વર્ડ યુનિવર્સિટી વિશ્વની ટોચની યુનિવર્સિટી

US સ્થિત હાર્વર્ડ યુનિ. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ટોચના સ્થાને છે. અહીં ભણવાનું સપનું વિશ્વના લાખો વિદ્યાર્થી જુએ છે. અહીં ભણી ચૂકેલા ઘણા વિદ્યાર્થી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બની ચૂક્યા છે. દર વર્ષે 4500 કોર્સમાં 21 હજારથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો