વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બાદ ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મંદિર, 28-29 તારીખે છે થશે શિલાન્યાસ, જાણો વિગતે

અમદાવાદમાં વિશ્વનું સૌથી ઊંચુ મંદિર બનવા જઈ રહ્યું છે. અમદાવાદ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવામાં આવશે. આ મંદિરના નિર્માણકાર્ય માટે 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ યોજાશે. જેમાં દેશભરમાંથી સંતો, મહંતો, ધર્માચાર્યો હાજર રહેશે. 100 વિઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવામાં આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનાવવાની શરૂઆત થઈ છે. અમદાવાદના જાસપુર ખાતે 100 વિઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે બનવા જઈ રહેલાં વિશ્વના સૌથી ઊંચાં અને ભવ્ય જગત જનની મા ઉમિયા મંદિર વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ 28 અને 29 ફેબ્રુઆરીએ યોજાશે. આ બે દિવસના સમારોહમાં સમગ્ર રાજ્ય અને વિશ્વભરમાંથી 2 લાખ ભક્તો આવશે. સાથે જ આ સમારોહમાં સમગ્ર દેશમાંથી 21 કરતાં વધુ સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યો પણ ઉપસ્થિત રહશે.

વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસ સમારોહની વાત કરીએ તો બે દિવસમાં અંદાજે 2 લાખથી પણ વધુ ભક્તો આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં 5 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે. સાથે જ મંદિરના શિલાન્યાસની સાથે-સાથે વિશ્વવિક્રમ પણ નોંધાશે. જેમા ગંગા નીરના 108 ઘડાની શોભાયાત્રા યોજાશે, જેમાં 11,000 બહેનો ભાગ લેશે. મંદિરની સાથે-સાથે સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટસ સંકુલ, હેલ્થ માટેની સેવાઓ શરૂ કરવામાં આવશે.

વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે સરકારે પણ સહયોગ આપ્યો છે. ઉમિયાધામ ટુરિસ્ટ પોઈન્ટ બને તે માટે સરકાર પણ મદદ કરી રહી છે. મંદિરની બાજુમાં 50 હજાર ચોરસ મીટર જગ્યામાં વિશ્વનું બીજું ટ્રી મ્યુઝિયમ સરકાર બનાવશે. તેમાં 3000 જેટલાં લુપ્ત થતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સ્વિત્ઝરલેન્ડ બાદ વિશ્વનું બીજું ટ્રીમ્યુઝીયમ અહીં જ નિર્માણ પામશે. સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જો કે તેઓ શિલાન્યાસ કાર્યક્રમમાંહાજર રહેશે કે નહી તે હજુ સુધી નક્કી નથી.

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરની વિશેષતાઓ

– મંદિરની ઊંચાઈઃ 431 ફૂટ (131 મીટર)

– વિશ્વનું સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર

– મંદિરની ડિઝાઇન જર્મન આર્કિટેક અને ઇન્ડિયન આર્કિટેકએ તૈયાર કરી છે

– મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો દેખાશે

– મંદિરના શિખરમા 82, 90 અને 100 મીટરે વ્યુ ગેલેરી બનશે

– મંદિરનો ગર્ભગૃહ સંપુર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઇન મુજબ બનશે

– ગર્ભગૃહમાં 52 ફૂટ ઊંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે

– મા ઉમિયા મંદિરની સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે

– એકસાથે 10,000 લોકો માતાજીના દર્શન કરે તેવી રીતે મંદિરની ડિઝાઈન તૈયાર કરાશે

– 5-5 વર્ષના બે સમયગાળામાં મંદિરનું નિર્માણ થશે

– 10 ફૂટથી ઊંચી બનશે માતાજીની મુર્તિ

– વૃધ્ધ, દિવ્યાંગો માટે એસ્કેલેટર મુકાશે

– 10 હજાર લોકોને રોજગારી પુરી પાડશે

શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખા

– બે દિવસમાં અંદાજે 2 લાખ કરતાં વધુ માં ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયાધામ જાસપુર–અમદાવાદ પધારશે

– સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટીઓ કામ કરશે

– સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયં સેવકો સેવા આપશે

28 ફેબ્રુઆરી 2020

– સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

– જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે

– બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે

– સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી 2020

– સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન

– સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ

– શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે.

– શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે.

– શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો