દુનિયાનો સૌથી શાતિર ઠગ : જજને 2 મહિનાની રજા પર ઉતારીને પોતે જ બની ગયો જજ અને 2 મહિના સુધી ચૂકાદાઓ આપ્યા

ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને રહ્યો હતો. તે પણ સતત બે મહિના સુધીને સિસટ્મને ખબર પણ નહોતી પડી. તો તમને જણાવીશું આ ચપળ ચોર વિશે.

ધની રામ 25 વર્ષની ઉંમરથી ચોરીનાં રવાડે ચઢી ગયો હતો. અને તેને પોતાનો બિઝનેસ બનાવી લીધો હતો. વર્ષ 1964માં પ્રથમ વખત ચોરી કરતા પોલીસે તેન ઝડપી પાડ્યો હતો. હાલમાં તેની ઉંમર લગભગ 80 વર્ષ થઈ છે. જોકે હાલ કોઈને ખબર નથી કે આ ચોર ક્યાં અને કઈ જગ્યા છે. ઉલ્લેખનીય છે કે એવું કહેવામાં આવે છે કે ચોરીનાં ઈતિહાસમાં સૌથી વધુ વખત ધરપકડ થઈ હોય તેવો આ પહેલો અને એકલો ચોર છે.

છેલ્લે તેને 2016માં ચોરી કરતા ધરપકડ કરવામાં આવી છે. જો કે તે ત્યાંની પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. એવું કહેવામાં આવે છએ કે ધનીરામ અત્યાર સુધી એક હજારથી વધુ કારોની ચોરી કરી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે આ ચોર ફક્ત દિવસનાં ઉજાસમાં જ ચોરીની ઘટનાને અંજામ આપે છે.

ધનીરામનો સૌથી રોચક અને વિચિત્ર કારનામો એ છએ કે તે બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણય સંભળવતો રહ્યો હતો. અને આ બાબતની જાણ સિસ્ટમમાં કોઈને થઈ નથી. વિશ્વમાં ભાગ્યે જ કોઈએ આવું પરાક્રમ કર્યું હોય.

આ ચપળ ચોરે બનાવટી દસ્તાવેજો બનાવ્યા બાદ લગભગ બે મહિનાની રજા પર હરિયાણાની ઝજ્જર કોર્ટના એડિશનલ સેશલ જજને મોકલી આપ્યા હતા. અને તેમના બદલે તે પોતે જજની અધ્યક્ષ સ્થાને બેઠો હતો. આ બે મહિનામાં તેણે 2000 થી વધુ ગુનેગારોને જામીન પર મુક્ત કર્યા હોવાનું કહેવાય છે. પરંતુ તેણે પોતાના નિર્ણય સાથે ઘણાને જેલમાં પણ મોકલી દીધા છે. જોકે બાદમાં આ મામલો બહાર આવ્યો ત્યારે તે ત્યાંથી પણ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ પછી જે ગુનેગારોને તેણે જામીન પર મુક્ત કર્યા હતા, તેઓને ફરીથી પકડી લેવામાં આવ્યા અને જેલમાં ધકેલી દેવાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો