ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો શખ્સ, કૂવામાંથી મળ્યો અબજો રૂપિયાની કિંમતનો નીલમનો પથ્થર, થઈ ગયો માલામાલ

કહેવાય છે કે કોઈનું નસીબ ક્યારે ચમકે એ કોઈ જાણતુ નથી. આવુ જ કંઈક શ્રીલંકાના એક શખ્સ સાથે થયું. તે તેના ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો ત્યારે તેને વિશ્વનો સૌથી મોટો નીલમનો પથ્થ મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નીલમના પથ્થરની કિંમત 10 કરોડ ડૉલસર એટલે કે 7 અબજ 43 કરોડ 75 લાખ 15 હજાર આંકવામાં આવી છે. એની વિશાળતા જોઈને જ એ વાતનો અંદાજો લગાવી શકાય કે તે 25 લાખ કેરેટનો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશાલ નીલમના પથ્થરનું વજન 510 કિલોગ્રામ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિશ્વનો સૌથી મોટો નીલમ છે. એક વેબસાઈટના જણાવ્યા મુજબ, જેને આ નીલમનો પથ્થર મળ્યો છે તેની ત્રણ પેઢી હીરાનું ખરીદ વેચાણ કરે છે. આ નીલમના માલિક ગામેજે કહ્યું કે, જે વ્યક્તિ કૂવો ખોદી રહ્યો તેણે અમને આ દુર્લભ પથ્થરની જાણ કરી. ગામેજે આની સૂચના તાત્કાલિક અધિકારીઓને કરી. નીલમની આ શોધ એક વર્ષ પહેલાં થઈ હતી.

40 કરોડ વર્ષ જૂનો નીલમ!
આ નીલમ એટલો મોટો છે કે તેને સાફ કરવામાં જ એક વર્ષ થઈ ગયું. એ પછી તેની તપાસ કરીને પ્રમાણિત કરવામાં આવ્યો. રતનપુરાને વિશ્વમાં રત્નોની રાજધાની કહેવામાં આવે છે. આ શોધ બાદ વિશેષજ્ઞ પણ આશ્ચર્યમાં છે. એક રત્ન વિશેષજ્ઞ ડૉક્ટર ગામિની જોયસાએ કહ્યું કે, આ પહેલાં અમે આટલો વિશાળ નીલમ ક્યારેય જોયો નથી. આ નીલમ સંભવિત 40 કરોડ વર્ષ પહેલાં બન્યો હશે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ પથ્થરની કિંમત અંદાજે 7.43 અબજ રૂપિયા છે. નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ચેરમેન તિલક વીરાસિંધેએ કહ્યું કે, આ ખાસ પ્રકારનો નીલમ છે અને વિશ્વમાં કદાચ આનાથી મોટો નીલમ નહીં હોય. એના આકાર અને કિંમતને જોતાં એટલી વાત કહી શકાય કે ખાનગી સંગ્રહ કરનારા કે પછી મ્યૂઝિયમના કામમાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો