રાજકોટમાં પરપ્રાંતિય શ્રમિકે વતન જવા નહીં મળે તેના ડરથી આત્મહત્યા કરી લીધી,
લોકડાઉનનો ત્રીજો તબક્કો ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો માટે આફત બનીને આવ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં નહીં રહીં શકાઈ તેમ માની હજારો શ્રમિકો રસ્તા પર ઉતરી આવે છે. ગુજરાતમાં સતત ક્યાંકને ક્યાંક ત્રણેક દિવસથી હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેવામાં રાજકોટમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. વતન જવા નહીં મળે તેના ડરથી એક શ્રમિકે આત્મહત્યા કરી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગુજરાતભરમાં અન્ય રાજ્યોનાં લાખો મજૂરો રોજીરોટી કમાવવા આવ્યા છે, ત્યારે હાલ લોકડાઉનના 44 દિવસ થઈ ગયા છે ત્યારે આ મજૂરો પાસે કોઈ કામ ન હોય નવરાં બેઠા હોય તેવોની ધીરજ પણ ખૂટી ગઈ છે. ત્યારે જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતાં એક મજુરે આત્મ હત્યા કરી લીધી હતી. જેતપુરના GIDC વિસ્તારમાં આવેલ પટેલ ડાઇંગ નામના કારખાનામાં કામ કરતા UPનાં મજુરે આજે આત્મહત્યા કરી લીધી હતી.
તેના સાથી મજૂરો દ્વારા થયેલ વાતચીત મુજબ લોકડાઉન બાદ મરનાર મજૂર સાવ નવરો બેઠો હોય અને ઘરે નહીં પહોંચી શકે તેવી બીકને હિસાબે અને પટેલ ડાઈંગના માલિક દ્વારા આ મજૂરોને ઘરે નહીં જવા દેવામાં આવતાં મજૂરોમાં આક્રોશ જોવા મળતો હતો, એક તરફ લોકડાઉનના પગલે તમામ કામધંધા બંધ છે પોતાના ઘરથી દુર છે ત્યારે આ પરિસ્થિતિમાં નાસીપાસ થઈ ગયેલ મજૂરો કારખાનાની બહાર પણ આવી રહ્યા છે અને ઘરે નહીં જવા મળે તેવી હતાશામાં હવે આત્મહત્યા તરફ વળી રહ્યા છે.
ત્યારે જે જગ્યાએ કામ કરી રહ્યા છે તેવા કારખાનાના માલિકો ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. જે કારખાનામાં ઘટના બની તે કારખાનાના માલિક દ્વારા કારીગરોને રોકવાની બાબતે સરકારશ્રીના આદેશનું જ પાલન કરવામાં આવે છે. અહીં અમો કોઈ કારીગરોને રોકતા નથી તેમ કહી ને કારીગરો ની સમગ્ર જવાબદારીથી હાથ ઊંચા કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

