લગ્ન થતાં જ મહિલાને મળી જાય છે આ 5 અધિકાર, પતિ પણ નથી છીનવી શકતો

લગ્ન થયા પછી દરેક મહિલાને સાસરીમાં કેટલાક અધિકાર મળે છે. તેને મહિલાનો પતિ પણ છીનવી નથી શકતો. હાઇકોર્ટના એડલોકેટ સંજય મેહરા જણાવે છે કે અલગ-અલગ કાયદા મહિલાઓને અલગ-અલગ અધિકાર આપે છે. જો આ અધિકાર કોઈ મહિલાને ન મળી રહ્યા હોય તો તે સૌથી પહેલા પોલીસમાં તેની ફરિયાદ કરી શકે છે.

જો આ અધિકાર કોઈ મહિલાને ન મળી રહ્યા હોય તો તે સૌથી પહેલા પોલીસમાં તેની ફરિયાદ કરી શકે છે.

જો તે પોલીસ સ્ટેશન નથી જઈ શકતી તો ઈ-મેલના માધ્યમથી પણ પોતાની ફરિયાદ પોલીસ સુધી પહોંચાડી શકે છે. જો પોલીસ પણ આ બાબતે સુનવણી ન કરે તો કોર્ટનું બારણું ખખડાવી શકાય છે. મહિલાને આ અધિકારો આપવાથી કોઈ ઈન્કાર નથી કરી શકતું. આજે અમે તમને આવા જ કેટલાક અધિકારો વિશે જણાવી રહ્યા છીએ, જે ભારતમાં રહેતી દરેક મહિલાઓને સાસરીમાં મળે છે.

સાસરીયામાં દરેક મહિલાને મળે છે આ 5 અધિકાર…

લગ્ન પહેલા અથવા પછી જે રૂપિયા અને ગિફ્ટ મળે છે, તે સ્ત્રીધન કહેવાય છે. તેના પર મહિલાનો અધિકાર હોય છે.

મહિલાને પોતાના પતિ સાથે ઘરમાં રહેવાનો અધિકાર છે. પછી ભલે તે ઘર પૂર્વજોનું હોય કે જોઈન્ટ ફેમિલીનું.

ડિવોર્સ વિના કોઈ હિન્દુ પતિ પત્ની સિવાય કોઈ અન્ય મહિલા સાથે રિલેશન નથી બનાવી શકતો. મહિલાને કમિટેડ રિલેશનશિપનો અધિકાર છે.

મહિલાને પૂરા સ્વાભિમાન સાથે રહેવાનો અધિકાર છે. કોઈ મેન્ટલ અથવા ફિઝિકલ ટોર્ચર નથી કરી શકતું.

જો વાઇફ કેપેબલ નથી તો હસબન્ડને તેને ફાઇનેન્શિયલ સપોર્ટ કરવાનો રહેશે. જરૂરી સગવડતાઓની સાથે જીવવું દરેક મહિલાનો અધિકાર હોય છે.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો