હિંદુ યુવતીએ જે પાડોશી યુવકને રાખડી બાંધી ભાઈ બનાવ્યો હતો તેણે જ બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી કર્યા નિકાહ

ઇસ્લામાબાદઃ મુસ્લિમ બહુમતી ધરાવતાં પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન અને લગ્ન કરાવી દેવાની અન્ય એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના સિંધ પ્રાંતમાં રહેતી રીના મેધવારે પાડોશમાં રહેતાં યુવકને રાખડી બાંધી ‘ભાઇ’ બનાવ્યો હતો. જે પછી કટ્ટરપંથી ‘ભાઇ’ની નિયત બગડી અને તેણે ધર્મની બહેનનું અપહરણ કરી તેનું ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી લીધા. હાલમાં પાકિસ્તાનની એક કોર્ટે પીડિત હિન્દુ યુવતીને એના માતા-પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પીડિતાએ તેની પર ગુજારેલા અત્યાચારો સામે વિશ્વ સમક્ષ મદદ માંગી હતી, પીડિતાનો એક વિડીયો વાયરલ થયો હતો. જે પછી દબાણને લીધે પાકિસ્તાની કોર્ટે પીડિત હિન્દુ યુવતીને એના માતા-પિતાને સોંપવાનો આદેશ કર્યો હતો. એવા આરોપ પણ છે કે હિન્દુ યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને આરોપીએ ખોટા દસ્તાવેજો રજૂ કરી તેને બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો હતો.

પીડિતાનો એક વિડીયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે કહી રહી હતી કે, મહેરબાની કરીને મને મારા માતા-પિતા પાસે મોકલી દો. મને બળજબરીથી અહીં રાખવામાં આવી છે. મને ધમકી આપવામાં આવી રહી છે કે તેઓ મારા માતા-પિતા અને ભાઇઓની હત્યા કરી નાંખશે. જોકે પીડિતા એટલી ડરેલી હતી કે તેણે વિડીયોમાં ધમકી આપનારાનું નામ પણ બોલવાની હિંમત કરી નહતી. સિંધ પ્રાંતની સરકારે વિડીયો મુદ્દે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા જે પછી પોલીસે કાર્યવાહી કરતાં પીડિતાને મુક્ત કરાવી હતી.

પીડિતાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો નથી અને આરોપીએ તેને મુસ્લિમ બતાવી બળજબરીથી નિકાહ કરવા ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. જે પછી કોર્ટે પીડિતાને એના માતા-પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ આરોપી પરિવાર દાવો કરી રહ્યું છે કે, યુવતીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનું ઘર છોડી નિકાહ કર્યા હતા. તેણે નામ બદલીને મરિયમ રાખી લીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો