સુરતની કાળજુ કંપી ઉઠે તેવી ઘટના: પતિના મોત બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી પત્ની 17 કલાક મૃતદેહ પાસે બેસી રહી..

સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ઉન પાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી. દારૂની લતે એક પત્નીને વિધવા તો બનાવી દીધી છે સાથે સાથે સુરતમાં હવે તેની પત્ની એકલી પડી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આ ઘટનવામાં મોતને ભેટેલા મૃતક રણજિત અટાસિંગ ઠાકોર છે, જેઓ છેલ્લા 12 વર્ષથી સુરતમાં આવીને વસેલા પરિવાર પર આજે આભ તૂટી પડ્યો છે. મૃતકને દેશી દારૂ પીવાની લત હતી. છેલ્લા 12 વર્ષથી રોજ મૃતક દારૂ પીતો આવ્યો હતો અને એની અસર એના લીવર પર પણ પડી હતી. આજે જ્યારે પતિ મૃત્યું પામ્યો છે ત્યારે આ પરપ્રાંતિય પરિવાર પર આભ તૂટી પડ્યો છે. પત્ની પતિના મૃતદેહને આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવતાં તબીબો પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા.

જોકે મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબોએ પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરી હતી. કોરોના બાદ લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. આજે આ પરિવાર પાસે એટલા પણ રૂપિયા નથી કે મૃત દેહ સાથે પોતાના વતેને પહોંચી શકે.

ઉન પાટિયાના મહેબૂબ નગરમાં ભાડાના મકાનમાં આ પરિવાર રહે છે. 12 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનની માતા છે, મૂળ ઝાંસીના રહેવાસી છે, રણજિત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો આદી હતો. પતિ મંગળવારે દારૂ પીધા બાદ બપોરનું ભોજન લઈ સૂઈ ગયો હતો, એક કલાક બાદ તેના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ તે જાગ્યો ન હતો, જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવતાં મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી હતી.

આ બાબતે તાત્કાલિક વતન સગાં-સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. જોકે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી, જેને લઈ મોડી સાંજ થઈ જતાં આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી અને ઝાંસી જવા માટે એમ્બ્યુલન્સ વાળા પણ રૂપિયા 30 હજાર માંગી રહ્યા હતા. જે મનીષા માટે ત્રણ લાખ બરબરની રકમ કહી શકાય.

સવાર પડતાં જ પડોશીઓએ 108ને જાણ કરતાં રણજિતને 108ની મદદથી સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરી છે. જોકે એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે મૃતકના પરિવારના કહેવા મુજબ છેલ્લા 12 વર્ષથી સચિન જીઆઈડીસી (gidc) પોલીસ સ્ટેશનની હદમાં રહેતા આવ્યા છે અને મૃતક રોજ દેશી દારૂ પીતો હતો, એવું પણ પરિવારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. આજે પતિ તો સ્વર્ગવાસી થઈ ગયો છે સાથે વિધવા પત્ની સાથે બે સંતાનને અનાથ મૂકી જતો રહ્યો છે.

પત્નીએ જણાવ્યું હતું કે, સાહેબ ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે તેમની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાંથી લાવું, આજે આ શબ્દો સાંભળીને એવું લાગ્યું કે સતત 12 વર્ષથી ઝાંસી છોડી આવનારા આ પરિવારે હજી સુધી કોઈ બચત કરી નથી એ એક નગ્ન સત્ય અને હકીકત બનીને સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો