અમદાવાદમાં પતિની ગેરહાજરીમાં એક તરફી પ્રેમમાં પાગલ પાડોશીએ રાત્રે ઘરમાં ઘૂસીને પરિણીતા સાથે ના કરવાનું કર્યું

એક તરફી પ્રેમમાં પાગલ હોય તેવી વ્યક્તિના કારણે બીજી વ્યક્તિએ તકલીફ ભોગવવાનો વારો આવે છે. એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ અમુક પ્રયાસો કર્યા પછી વ્યક્તિ તેના કહ્યા પ્રમાણે ના કરતી હોય એટલે ગુનાહિત પગલું ભરતા વિચાર નથી કરતી. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિએ ના કરવાનું કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરના રખિયાલ વિસ્તારમાં બનેલી ઘટનામાં જ્યારે મહિલાનો પતિ નાઈટ ડ્યુટીમાં ગયો હતો ત્યારે તેના ઘરમાં નજીકમાં રહેતી વ્યક્તિ ઘૂસી હતી અને તેણે મહિલા સાથે શારીરિક છેડતી કરી હતી. આ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 24 વર્ષની રેખા (નામ બદલ્યું છે) રખિયાલમાં તેના પરિવાર સાથે રહે છે, જ્યારે રેખાનો પતિ બાપુનગરમાં ખાનગી કારખાનામાં નોકરી કરે છે. આવામાં રેખાની એકલતાનો ફાયદો ઉઠાવવા માટે આવેલા જિજ્ઞેષ રાઠોડ નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રેખાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પતિની ગેરહાજરીમાં રાતના સમયે ઘરમાં ઘૂસીને છેડતી કરનારા જિજ્ઞેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. જિજ્ઞેશ રાઠોડ નામના શખ્સે રાતના સમયે રેખાના ઘરે પહોંચીને દરવાજામાં હાથ નાખીને તેને અંદરથી ખોલી નાખ્યો હતો, આ પછી તે ઘરમાં પ્રવેશ્યો હતો. રેખાએ જોયું તો જિજ્ઞેશ તેની સામે આવી ગયો હતો, તેણે રેખાને બાથમાં લઈ લીધી હતી. આ પછી જિજ્ઞેશે તેને કહ્યું હતું કે, “જો તું મને પ્રેમ નહીં કરે અને કોઈને આ વાત કરીશ તો હું તને જાનથી મારી નાખીશ.”

એક તરફી પ્રેમમાં પાગલ જિજ્ઞેષે રેખાને પકડી રાખી હતી ત્યારે તેણે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, જિજ્ઞેષે રેખાને નીચે પાડી દઈએ તેની સાથે બળજબરી કરવાનું શરુ કર્યું હતું. જિજ્ઞેષના ચેનચાળાથી રેખા બચી ના શકતા તેણે બૂમો પાડવાનું શરુ કર્યું હતું. જેના કારણે બીજા માળે રહેતા રેખાના સાસુ-સસરા સહિતના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન પોતે પકડાઈ જશે તેવા ડરે જિજ્ઞેષ ત્યાંથી નાસી ગયો હતો.

પાડોશીએ ઘરમાં ઘૂસીને પત્ની સાથે છેડતી કરી હોવાની ઘટના વિશે જાણ થતાં તેનો પતિ પણ સવારે કામથી પાછો આવી ગયો હતો. આ પછી રેખાએ જિજ્ઞેશ સામે પોલીસ સ્ટેશનમાં છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો