‘સોરી પપ્પા મારે સાસરે નહોતુ આવવું જોઇતુ અને…’ ધ્રુસકે ધ્રુસકે રડીને વધુ એક યુવતીએ પતિ અને સાસરીપક્ષના ત્રાસથી કરી લીધી આત્મહત્યા

ભારતમાં રોજ કોઇ વ્યક્તિ પોતાની પરેશાનીઓથી કંટાળીને આત્મહત્યા કરી લે છે પરંતુ ઝારખંડમાં એક યુવતીએ સાસરીપક્ષથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

ધનબાદમાં આયેશા જેવો કિસ્સો આવ્યો સામે

ઝારખંડના ધનબાદમાં રેલવેકર્મીની પત્નીએ સાસરામાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. વાયરલ વીડિયોના કારણે સમગ્ર ઝારખંડમાં ખળભળાટ મચી ગયો છે. વીડિયોમાં તે રોઇ રોઇને પોતાના પતિ અને સાસરીપક્ષના લોકો પર આરોપ લગાવી રહી છે.

બુધવારે કોમલ નામની મહિલાએ એક વીડિયો પોસ્ટ કર્યો અને તેમાં તે કહી રહી છે કે સોરી પપ્પા, મે મોટી ભૂલ કરી દીધી સાસરે આવીને, મે તમારી વાત ન સાંભળી, મને લાગ્યું કે મારો પતિ સુધરી ગયો છે પરંતુ તેણે ફરીથી મારી સાથે મારપીટ શરૂ કરી દીધી છે. મરતા પહેલા હું કહેવા માંગુ છુ કે મારા દીકરાનું ધ્યાન રાખજો.

પોસ્ટમોર્ટમ બાદ કોમલનું શબ પિયર પહોંચ્યુ ત્યારે પરીવારના લોકો પર આભ તૂટી પડ્યુ હતુ. ઘરનો માહોલ ગમગીન થઇ ગયો હતો અને કોમલની માતા તેમજ બહેને તેના પતિ અને સાસરીપક્ષના લોકોને કડક સજા મળે તેવી માગ કરી છે.

અમદાવાદમાં પણ આવી ઘટના બની હતી

અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો