સુરતની મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા તો જુઓ, 9 માસનો ગર્ભ હોવા છતાં લૉકડાઉનમાં સેવા ચાલુ રાખી

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહીં પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે. સંયુક્ત પરિવારમાં રહેતી ધોરણ 7 પાસ આ મહિલા સફાઈ કર્મચારી કોરોનાને લઈ ખૂબ જ જાગૃત હોવાનું અને લોકડાઉનનું પાલન કરી આ બીમારીથી બચી શકાય છે એવો સંદેશો આપી રહી છે.

કોરોના વાઈરસ ત્રીજા તબક્કામાં હોવા છતા બિન્દાસ્ત કામ

નયનાબેન રમેશભાઈ પરમાર (ઉ.વ. 27, રહે. કેનાલ રોડ પાલનપુર જકાતનાકા ગણેશ કૃપા સોસાયટી) એ જણાવ્યું હતું કે, તેને એક 5 વર્ષની દીકરી છે. પતિ સ્કૂલવાન ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. 6 સભ્યોનો પરિવાર છે. કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં હોવા છતાં બિન્દાસ્ત કામ કરી રહ્યા છે કેમ કે પીએમ મોદી કહે છે કે, એક કદમ સ્વચ્છ ભારત કી ઓર. જેને લઈ ખૂબ જ પ્રેરણા મળી છે. તો પછી સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી બીમારીથી લોકોને બચાવવા રોજ 5 કલાક તમામ રોડ સાફ કરવા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

ભણેલા ગણેલા લોકોને ઘરમાં જ રહેવા સંદેશો

વધુમાં જણાવ્યું હતું કે હાલ મને 9 માસનો ગર્ભ છે. છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ઝોન ઓફીસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. સાહેબ આવા સમયમાં મારી જાગૃતતા જેટલી મારા ગર્ભ માટે હોવી જોઈએ એટલી જ હાલ આ મહામારી સામે છે એટલે ઘરે રહેવા કરતા કામ પર આવું છું. હું તો ધોરણ 7 પાસ છું પણ મારા શહેરીજનો તો ભણેલા છે. મોદીજી આ ભણેલા ગણેલા લોકોને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે લોકડાઉનનું પાલન કરો અને કોરોનાને ભગાડો પણ કેટલાક લોકો આ અપીલનો ભંગ કરી રહ્યા છે. આખા શહેરને જ નહીં પણ દેશને કોરોના જેવી જીવલેણ બીમારીમાં ધકેલી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. લોકોને હું આજીજી કરું છું હું તો મજબુર છું તમારી સુરક્ષામાં કામ કરવા પણ તમે તો મજબૂત છોને તો પછી લોકડાઉનનું પાલન કરો એજ તમારી અને તમારા શહેરની સુરક્ષા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો