અમદાવાદમાં ST બસમાં ચડવા જતા મહિલાનું થયું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ક્યારેક ક્ષણ માટેની ઉતાવળ કેટલું નુકસાન પહોંચાડશે તેનો ક્યારેય અંદાજ હોતો નથી. આવો જ એક ચેતવણીરૂપ અને કરૂણ કિસ્સો અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે બન્યો છે. મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે.

અમદાવાદમાં BRTS બસ પછી ST બસના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ચાલુ બસમાં ચડવા જતી મહિલાનો પગ લપસી જતા મહિલા પર બસનું યટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ કર્યા પછી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પર ST બસનું પીકઅપ સ્ટેન્ડ આવેલું છે. આ ચાર રસ્તા પર BRTS કોરીડોર આવેલો હોવાથી ત્યા ટ્રાફિકનું ભારણ વધારે રહે છે. વાહનોની અવરજવર વચ્ચે લોકો ST બસ પકડવા માટે રસ્તા વચ્ચે ઉભા રહે છે. આ ચાર રસ્તા પર જેવી ST બસ આવે એટલે લોકો ચાલુ બસે ચડવા લાગે છે, ત્યારે બસમાં ચડવા જતા સમયે એક મહિલા અકસ્માતનો ભોગ બની હતી.

બસ જ્યારે સ્ટોપ પરથી પસાર થઇ એટલે લોકો બસની ધીમી સ્પીડ હોવાથી લોકો બસમાં ચડવા લાગ્યા હતા. તે દરમિયાન એક મહિલાનો પગ લપસી જવાના કારણે તે રસ્તા પર પટકાઈ હતી અને બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટના રસ્તા પર લાગેલા CCTV કેમરામાં કેદ થઇ ગઈ હતી. બસનું ટાયર મહિલા પર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો