બનાસકાંઠા: ચાલુ શાળામાં શિક્ષિકા કાર શીખી રહી હતી, વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત થયું

બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેન ચાલુ શાળા દરમ્યાન જ શાળાનાં પ્રાંગણમાં કાર શીખી રહ્યાં હતા. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના બાદ હાલ શિક્ષિકા ગુમ થઇ ગયા છે.

વિદ્યાર્થિનીનાં મોતને પગલે ગામ લોકો અને આદિવાસી સમાજમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનાં રોષનાં પગલે આ શાળા આજે સ્વયંભૂ બંધ છે. અહીં કોઇ વિદ્યાર્થીઓ નથી આવ્યાં કે ન કોઇ શિક્ષકો આવ્યાં છે.

આ ઘટના સામે આવ્યાં બાદ, અનેક સવાલો સામાન્ય માણસમાં થાય કે, આ શિક્ષિકા ચાલુ શાળામાં પોતાનું કામ છોડીને કાર કેમ શીખી રહી હતી?

આપણી રાજ્ય સરકાર વાંચે ગુજરાતનું કેમ્પેઇન ચલાવી રહી છે ત્યારે સરકારી સ્કૂલના જ શિક્ષિકા શાળામાં પોતાનું કામ છોડીને કાર કેમ શીખી રહ્યા હતા તે પણ એક શંકા ઉપજાવનાર બાબત છે. હજુ તો આ અંગે લખી રહ્યા છીએ ત્યારે અરવલ્લીની માં પણ શિક્ષકને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં શિક્ષકે ઘોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો