બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી ગઇ, પછી એક રાત્રિ પ્રેમીના મિત્રના ઘરે રોકાતા એવું બન્યું કે સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી

હળવદ પંથકના એક ગામમાં રહેતી બે સંતોનોની માતાએ નવું નવું ફેસબુક ચાલું કર્યું અને લવરમૂછિયા સાથે ફ્રેન્ડશીપ કરી લીધી હતી. માત્ર બે જ મહિનામાં વાત એટલે સુધી પહોંચી ગઈ કે લવરમૂછિયા યુવાન બાઈક લઈ તેણીના ઘરે આવ્યા બાદ પરણિતા તેના બે સંતોનોને નોંધાર મૂકી ભાગી ગયા બાદ બે દિવસમાં યુવાન સાથે પૈસા ન હોય તેને પરિણીતાને પોતાના મિત્રના ઘેર આશરો આપ્યો અને બીજે જ દિવસે પરિણીતા પ્રેમીના મિત્ર સાથે ભાગી છુટતા સમગ્ર પંથકમાં આ પ્રકરણે સનસનાટી મચાવી દીધી છે.

આ ચોંકાવનારી બનાવની મળતી વિગતો અનુસાર માળિયાના ખીરઈ ગામની યુવતીના લગ્ન આજથી પાંચ વર્ષ પૂર્વે હળવદના અમરાપર ગામે થયા હતા. લગ્નના એક વર્ષના ગાળામાં આ પરિણીતાએ જોડિયા સંતોનોને જન્મ આપ્યો હતો. હાલમાં આ સંતાનો ચાર વર્ષના છે. આ પરિણીતાએ ટાઈમપાસ માટે પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટનો વપરાશ કરવાનું ચાલું કર્યું અને એક દિવસ ફેસબુકની આઈડી બનાવી હતી. ફેસબુકની આઈડી બનાવ્યા બાદ તેને ટંકારાના એક 23 વર્ષના લવરમૂછિયા યુવાનની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.

બસ ત્યારબાદ બન્ને વચ્ચે થતા દિવસ રાત ચેટિંગના કારણે પરિણીતાએ પોતાના સંતોનાની પરવા કર્યા વગર યુવાન સાથે પ્રેમ સંબંધ બાંધી લીધો હતો. વાત એટલે સુધી સીમિત ન રહી અને ગત તા. 28 ફેબ્રુઆરીના રોજ લવરમૂછીયા યુવાન બાઈક લઈને પરિણીતાને પણ પોતાના પતિ, સંતાનોની ચિંતા છોડીને યુવાન સાથે ભાગી ગઈ. બાદમાં એકાદ બે દિવસ બન્ને સાથે રખડ્યા હતા. હવે યુવાને ઉતાવળમાં આવું મોટું પગલું તો ભરી લીધું પણ પૈસાનો મોટો પ્રશ્ન સર્જાયો હતો. તેની સાથે પરિણીતાને સાચવવાના પૈસા ન હતા. જેથી તેને એવો નિર્ણય લીધો કે પરિણીતાને તે પોતાના મિત્રના ઘેર મૂકીને પૈસાનો બંદોબસ્ત કરી લ્યે. બસ અહીંથી બનાવમાં નવો વણાંક આવ્યો.

પરિણીતા માત્ર એક જ દિવસ તેના પ્રેમીના મિત્રને ત્યાં રોકાઈ અને તે પ્રેમીને જ ભૂલીને તેના મિત્રના પ્રેમમાં પડી ગઈ અને પ્રેમીના મિત્ર સાથે ફરી ભાગી ગઈ. આટલું થયા બાદ ફિલ્મી સ્ટોરીની જેમ જ પરિણીતાનો પિયર પક્ષ, સસરા પક્ષ તેમજ જુનો પ્રેમી અને તેનો પરિવાર પરિણીતા અને તેના નવા પ્રેમીને શોધવાના કામે લાગી ગયા હતા.

આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચી ગયો હતો. પોલીસની મદદથી બન્ને પ્રેમી પંખીડા ટંકારા તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી મળી આવ્યા હતા. બસ આ ઘટના બાદ પોલીસની સાચી કસરત શરૂ થઈ ગઈ હતી. પોલીસ માનવતાના ધોરણે પરિણીતાને સમજાવતી રહી કે તે પોતાના સાસરે અથવા તો પિયર ચાલી જાય. જો તે આડા અવળો કોઈ નિર્ણય લેશો તો તેના બન્ને સંતાનો રઝળી પડશે.

આમ પરિણીતા પણ તેના નવા પ્રેમી સાથે જવાની જિદમાં ટસની મસ ન થઈ. અંતે હળવદ પીઆઈ સંદીપ ખાંભલા અને કોન્સ્ટેબલ તેજસ પટેલ સહિતના પોલીસ સ્ટાફે મહામહેનતે પરિણીતાને સમજાવીને પિયર જવા સહમત કરી હતી. આ બનાવની સ્પષ્ટપણે કહી શકાય કે આજે સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ અનેક નવા દૂષણો ફેલાવી રહ્યો છે. જો કે સોશિયલ મીડિયાના ઘણા સદ્દપયોગો પણ છે. પરંતુ તેના સદુપયોગથી વધુ તેના દુરુપયોગ વધી રહ્યા છે. માટે આ બાબતે ઘણી જાગૃતતા ફેળવવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો