લોકડાઉનમાં આંડા સંબંધોનો અનોખો કિસ્સો આવ્યો સામે, પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે, તેની પત્નીને કહ્યું-મારી સંપત્તિ લઇ લે પણ તારો પતિ આપી દે!

લોકડાઉન હાલ અનેક લોકોની પોલ ખોલી રહ્યો છે. આંડા સંબંધોનો આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાં થયો છે. તમે ઉર્મિલા માંતોડકર, શ્રીદેવી અને અનિલ કપૂરની ફિલ્મ જુદાઇ જોઇ હતી. બસ આવું જ કંઇક જે સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં થતું વિચારીએ છીએ તે રીયલ લાઇફમાં થયું છે. અહીં એક 57 વર્ષીય પ્રેમીકાએ પોતાના 45 વર્ષીય પ્રેમીને મળવા માટે તેના ઘરે પહોંચી ગઇ. જ્યારે યુવકની પત્નીને આ વાત ખબર પડી તો ઘરમાં મોટો વિવાદ થયો. જો કે આ વિવાદ વચ્ચે પ્રેમિકાએ પ્રેમીની પત્નીને તેમની તમામ સંપત્તિ આપી દેવાની વાત કહી અને તેના બદલામાં પતિને આપવાની વાત કહી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દૈનિક ભાસ્કરમાં છપાયેલી ખબર મુજબ મહિલા અને યુવક બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. બંને વચ્ચે સંબંધો ગાઢ થયા. પણ આ વચ્ચે લોકડાઉન તેમની દૂરીનું કારણ બની ગયું. વિરહ સહન ન થતા મહિલા પ્રેમીના ઘરે તેને મળવા પહોંચી ગઇ.

આ સમયે મહિલા કિચનમાં ચા બનાવવા ગઇ અને બહાર આવી તો તેનો પતિ આ બીજી મહિલાનો હાથ પકડીને બેઠો હતો. મહિલા વાત સમજી ગઇ અને ગુસ્સે ભરાઇ ગઇ.

આ મામલે વિવાદ વધતા મહિલાએ પ્રેમીની પત્ની સામે શરત મૂકી તે તેની તમામ પ્રોપર્ટી તેના નામે કરવા તૈયાર છો જો તે તેના પતિને છોડી દે. જો કે વિવાદ વધતા આસપાસના લોકો પણ ભેગા થયા અને છેવટે પોલીસ પણ આવી. પોલીસે બંને પક્ષોને સમજાવીને હાલ પૂરતા તો પોત પોતાના ઘરે મોકલ્યા છે.

ઉલ્લેખનીય છે કે 57 વર્ષીય મહિલાના પતિનું 10 વર્ષ પહેલા નિધન થઇ ગયું હતું. જે પછી તેને ઓફિસમાં સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થઇ ગયો. લોકડાઉન દરમિયાન બંને પ્રેમીઓ આ જુદાઇને સહન ના કરી શક્યા. અને યુવકની એક ઝલક જોવા માટે તે પ્રેમીના ઘર સુધી પહોંચી ગઇ. જો કે યુવકનું કહેવું છે કે આ મહિલા ખાલી તેની સારી મિત્ર છે. અને તે ખાલી તેના પતિના ગયા પછી એક સહારો શોધી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો