રાજકોટમાં મહિલા PSIની દાદાગીરીનો વિડિયો વાયરલ, ST બસસ્ટેન્ડમાં મહિલા કંડક્ટરનો કોલર પકડી જાહેરમાં તમાચા માર્યા

રાજકોટમાં ST બસસ્ટેન્ડમાં મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI ડોડીયાની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગાડી દૂર લેવા બાબતે મહિલા PSIએ મહિલા કન્ડક્ટરનો કાંઠલો પકડી લીધો અને તમાચા મારી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલા PSIને રોકવા માટે બે અન્ય મહિલા પણ વચ્ચે પડે છે પરંતુ મહિલા કન્ડક્ટરનો કાંઠલો મુકતા નથી.

રાજકોટ-જુનાગઢ રૂટની બસના મહિલા કન્ડક્ટર સાથે મારામારી

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI ડોડિયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મહિલા PSI રાજકોટ-જુનાગઢ રૂટની બસના મહિલા કન્ડક્ટરનો કાંઠલો પકડી લે છે અને ફડાકા મારી દે છે. ત્યારે એકત્ર થયેલા લોકો મહિલા PSIને માર ન મારવા જણાવ્યું હતું. મહિલા કન્ડક્ટર કહે છે મારો કાઠલો મુકી દે. પરંતુ મહિલા PSI તેનો કાંઠલો મુકતા નથી. અંતે બે મહિલા વચ્ચે પડી એકબીજાને છોડાવે છે. આ મામલો એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હમણાં જ અમદાવાદમાં આવી એક ઘટના સામે આવી હતી, જેમાં શાકભાજીની લારીવાળા ફેરિયાઓ સાથે પોલીસની દબંગાઇનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા શાકભાજીની લારીવાળા સાથે દાદાગીરી કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા સુધીના આદેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસની દાદાગીરી પણ સામે આવી હતી, જેમાં અમદાવાદમાં આનંદનગર ખાતે ટ્રાફિક પોલીસને દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અહીં એક ફ્રૂટના વેપારીને ટ્રાફિક પોલીસે માર માર્યો હતો. એવો આક્ષેપ થઈ રહ્યો છે અહીં વેપાર કરતા ફ્રૂટના વેપારીઓ પાસેથી પોલીસ દરરોજ 500 રૂપિયા માંગે છે. યુવા વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા ટ્રાફિકના ચાર જેટલા પોલીસકર્મીઓએ યુવકને માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારીની લારીમાંથી ફ્રૂટ પણ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા છે.

ગઈકાલે હનિટ્રેપમાં માસ્ટર માઈન્ડ મહિલા ASIની ધરપકડ કરાઈ હતી

મોરબીના વેપારીને રાજકોટમાં રહેતી સ્પા સંચાલકની પત્નીએ મધલાળ આપી પોતાના ઘરે બોલાવ્યા બાદ એ મહિલા, તેના પતિ, જીઆરડીના બે જવાન અને અન્ય એક શખ્સે હનિટ્રેપમાં ફસાવી રૂ.22500 પડાવી લઇ, વધુ રૂ.2 લાખનો સોદો કર્યો હતો. આ કેસમાં પાંચની આરોપીની ધરપકડ કર્યા બાદ હનિટ્રેપમાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા ASI તૃષા બુહાની ભૂંડી ભૂમિકા બહાર આવતા ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો