પતિ-પત્ની બંને પોલીસમાં, લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક મહિલા કોન્સ્ટેબલ 2 વર્ષની બાળકીને સાથે રાખી માતૃત્વ સાથે ફરજ નીભાવે છે

કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવના 2 કેસ નોઁધાયા છે અને 42 લોકોના સેમ્પલ લેવાયા હતા. હાલ જિલ્લામાં 3903 હોલ ક્વોરન્ટીન છે. ત્યારે ભુજમાં એક મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દીકરીને લઈને લોકડાઉનમાં ડ્યૂટી કરી રહી છે. કોરોના વાઈરસ સામે રાષ્ટ્ર રક્ષકો રાત દિવસ ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે માતૃત્વ ધર્મ નિભાવીને મહિલા રાષ્ટ્ર રક્ષકની બેવડી ભૂમિકા એક સાથે અદા કરી રહી છે. તેની આ બેવડી ભૂમિકાની ચોમેરથી વાહવાહી થઈ રહી છે. તેમના પતિ પણ પોલીસકર્મી છે.

પતિ-પત્ની પોલીસકર્મી

ભુજના મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલકા દેસાઈની ફરજ પ્રત્યેની અડગતા હિમાલય જેવી છે. તેઓ હાલ કોરોના જેવીની ગંભીર બીમારીની સ્થિતિ વચ્ચે 2 વર્ષની દીકરીને સાથે રાખીને લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવવા પહોંચી જાય છે. તેના પતિ પણ પોલીસ કર્મી છે. પોલીસ દંપતી ભુજમાં જ ફરજ બજાવે છે.

વારાફરતી દીકરીની સંભાળ રાખે છે

અલકા દેસાઈ અને તેમના પતિ બંને પોલીસકર્મી છે અને ભુજમાં જ ફરજ બજાવે છે. અલકાબેન જ્યારે ફરજ પર હોય ત્યારે તેમના પતિ બાળકીની સંભાળ લે છે અને તેમના પતિ ફરજ પર હોય ત્યારે અલકાબેન બાળકીની સંભાળ લે છે. ક્યારેક બન્ને ડ્યુટી પણ એક સમય હોય ત્યારે તકલીફોનો સામનો કરવો પડે છે. તેમ છતાં પણ પોતાની 2 વર્ષીય દીકરીની સાથે આ મહિલા પોલીસ કર્મી ફરજ બજાવવા તહેનાત રહે છે.

ફરજ મહત્વની એટલે દીકરીને સાચવવા એડજસ્ટ કરે છે

મહિલા પોલીસ કર્મી અલકાબેનનું કહેવું છે કે, મારી માટે મારો પરિવાર પણ મહત્વ નો છે અને મારી ફરજ પણ મહત્વની છે. અમે બન્ને પતિ-પત્ની ફરજ સાથે બાળકીને સાંભળવામાં થોડીક તકલીફ પડે છે પણ ફરજ અમારી માટે મહત્વ છે એટલે એડજસ્ટ કરી લઈ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો