વિદેશમાં રહેતી પરિણીતાની વ્યથા આવી સામે: ‘મારો પતિ એક છોકરીને રાત્રે ઘરે લાવે છે, તું મને ગમતી નથી, કહીને મારી….’

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વડોદરામાંથી એક પરિણીતાની વ્યથા સામે આવી છે. ચાઈનામાં પતિ સાથે રહેતી હરણી-વારસિયા રીંગ રોડની પરણીતાએ સનસનીખેજ આક્ષેપ લગાવ્યા છે. ત્યારબાદ પરણીતાએ વારસિયા પોલીસ મથકે પતિ અને સાસુ – સસરા વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનામાં વડોદરાના હરણી – વારસિયા રીંગ રોડ પર રહેતી અને લગ્ન કરી પતિ સાથે ચાઈના રહેવા ગયેલી પરણીતાને તું મને ગમતી નથી, છુટાછેડા આપી દે, નહીં તો હું તને મારી નાંખીશ, તેવી ધમકી આપી રાતે અન્ય છોકરીને ઘરમાં લઈ આવી પિતાની સાથે જ દારૂ પીતા પતિ સહિત સાસુ – સસરા વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, હરણી – વારસિયા રીંગ રોડ પર ક્રિષ્ણલીલા સોસાયટીમાં રહેતી મન્નત ઉર્ફે જયા દુર્ગાદાસ સિતલાણી (ઉં.વ.36)એ વારસિયા પોલીસ મથકે પતિ નિરજ દિલીપ રામચંદાણી, સસરા દિલીપ અને સાસુ કિરણબેન (રહે, શીખર બંગ્લોઝ, અમદાવાદ, મૂળ ચાઈના) વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન સને 2011માં નિરજ સાથે થયા હતા. મારા પતિ ચાઈના ખાતે ધંધો કરે છે. જેથી લગ્નના 10 દિવસ બાદ હું અને મારા પતિ ચાઈના રહેવા જતાં રહ્યા હતા. જોકે, મારા પતિ રાતે દારૂ પીને આવતા હોવાથી અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. થોડા સમય પછી સાસુ – સસરા પણ ચાઈના આવી ગયા હતા. મારા પતિ અને સસરા રાતે સાથે બેસી દારૂ પીતા હતા.

દરમિયાન હું ગર્ભવતી થતાં મારા પતિ દવાખાને પણ લઈ જતાં ન હતા અને તારે સંતાન જોઈતું હોય તો ઈન્ડિયા પાછી જતી રહે, મારે બાળક જોઈતું નથી, તેમ કહી ત્રાસ આપતા હતા. ત્યારબાદ જુલાઈ – 2014માં મેં ચાઈના ખાતે પુત્રને જન્મ આપતાં પતિ નિરજે તારું બાળક લઈ ઈન્ડિયા પાછી જતી રહે, તેમ કહી મને મારવાનું શરૂ કર્યું હતું. મારા સાસુ કિરણબેન પણ તું લગ્ન વખતે કરિયાવરમાં કંઈ લાવી નથી, તેમ કહી હેરાન કરતા હતા.

પરણીતાએ વધુમાં આક્ષેપ કર્યાે હતો કે, મારા પતિ એક છોકરીને રાતે ઘરે લઈને આવતા હતા અને તું મને ગમતી નથી, મરી જા નહીં તો છુટાછેડા આપી દે, મારે તારી સાથે રહેવું નથી, નહીં તો હું તને મારી નાંખીશ, તેવી ધમકી આપતા હતા. મારા પતિના ત્રાસથી કંટાળીને મેં તેમનો મોબાઈલ નંબર પણ બ્લેક સિસ્ટીમાં મુકી દીધો હતો, તેમ છતાં મને બીજા નંબર પરથી ફોન કરી ગાળો આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો