કોરોના વાયરસનું એકપણ લક્ષણ નહોતું, છતાં અમદાવાદની મહિલા ડોક્ટરનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાયરસનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ફફડવા લાગે છે. આ જીવલેણ વાયરસ દુનિયાભરમાં 30,000થી વધારે લોકોના મોતનું કારણ બન્યો છે. તમે જાણતા હશો કે સામાન્ય રીતે કોરોના વાયરસ દરમિયાન દર્દીના શરીરમાં સૂકી ઊધરસ, તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. પરંતુ શહેરની ESIC હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ મહિલાને ગળામાં માત્ર સામાન્ય ઈન્ફેક્શન હતું, જેને તમે ખીચ-ખીચ માનીને મીઠાના પાણીના કોગળા કરવાથી દૂર થઈ જશે તેમ માનતા હશો. આ સાથે તેને થોડો તાવ હતો, જોકે આ મહિલા ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

હોસ્પિટલના બેડ પરથી આ મહિલા ડોક્ટરે કહ્યું, ઘરે તેનો તાવ 101.5 ડિગ્રી હતો, જ્યારે હોસ્પિટલમાં ચેક કરવામાં આવ્યો તો તે 98.7 ડિગ્રી હતો. જોકે કોરોના વાયરસના આ ભય વચ્ચે હું ડોક્ટર તરીકે ઘણા દર્દીઓના સંપર્કમાં આવતી હોવાના કારણે મેં આ લક્ષણો નજરઅંદાજ કર્યા વિના ટેસ્ટ કરાવ્યો. પેથોલોજિસ્ટ મહિલા કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. આ ડોક્ટરના પતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલના ડીન છે.

મહિલા ડોક્ટરે જણાવ્યું કે, તેને માત્ર સામાન્ય લક્ષણો જ હતા. તે કહે છે, મને કોઈ તાવ નહોતો, ગળામાં દુઃખાવો કે અસ્વસ્થતા પણ નહોતી. હાલની રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોનાના દર્દી સુંઘવાની ક્ષમતા ગુમાવી બેસે છે પણ હું સેનિટાઈઝરની સ્મેલ સુંઘી શકું છું.

મહિલા ડોક્ટરે જણાવે છે, તેની કોઈ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી અને તેના અમેરિકામાં રહેતા દીકરાના 16મી ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા. મહિલા ડોક્ટરના પતિ કહે છે, તે ડોક્ટર અને ગૃહિણી હોવાથી કહેવું મુશ્કેલ છે કે વાયરસના સંપર્કમાં કેવી રીતે આવી. તેમણે કહ્યું, આવી ખબરો છતાં ડોક્ટર પોતાની ફરજ નીભાવશે અને લોકોએ પણ તેમને તેમા સહયોગ આપવો જોઈએ. મહિલા ડોક્ટરના પરિવારે પોતાને ક્વોરન્ટાઈન કરી લીધો છે.

મહિલા ડોક્ટર કહે છે, ‘અમે ડોક્ટર છીએ. આથી અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. મને ડાયાબિટિસ છે પરંતુ તે કંટ્રોલમાં છે અને મારા તણાવ સામે લડવા પોઝિટિવ માઈન્ડે મદદ કરી. હું જલ્દી જ સાજા થઈને પાછી આવવાની આશા રાખું છું. મારામાં હાલ કોરોનાના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી પરંતુ તેમ છતાં ટેસ્ટીંગ થયું.’ તેઓ કહે છે, લોકોએ ગભરાવવાની જરૂર નથી, માત્ર થોડી સાવધાનીઓથી આ બીમારી સામે લડી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો