આત્મહત્યા કરવા 13માં માળેથી કૂદેલી મહિલા નીચે ચાલીને જઈ રહેલા વૃદ્ધ પર પડતા બંનેનાં મોત નિપજ્યાં હતાં.

ખોખરા સર્કલ પાસે આવેલા પરિસ્કાર ફ્લેટમાં શુક્રવારે સવારે એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક યુવતીએ ફ્લેટના 13મા માળેથી નીચે ઝંપલાવતા મોર્નિંગ વોક કરી પાછા ફરી રહેલા એક વૃદ્ધ પર પડી હતી, જેમાં બંનેનાં મોત નિપજ્યાં હતાં.

મમતાબેનને લોહીની ઉણપ તેમજ અનિદ્રાની બીમારીનો ભોગ બન્યાં હતાં

સુરતમાં રહેતા મમતાબેન હંસરાજભાઈ ભીલાધર (ઉં.વ. 30) 2 ઓક્ટોબરે પરિસ્કાર ફ્લેટમાં 13મા માળે રહેતા પોતાના ભાઈના ત્યાં સારવાર માટે આવ્યાં હતાં. મમતાબેનને લોહીની ઉણપ તેમજ અનિદ્રાની બીમારીનો ભોગ બન્યાં હતાં. જેથી સારી સારવાર મળે તે માટે અમદાવાદ આવ્યાં હતાં. બે દિવસ ભાઈના ઘરે રોકાણ બાદ મમતાબેનને તબિયતમાં સુધારો ન જણાતા વ્યથિત થઈ તેમણે શુક્રવારે વહેલી સવારે પરિવારજનો નિદ્રાધિન હતા ત્યારે 13 માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું.

પરિસ્કાર બિલ્ડિંગમાં લોકોમાં અરેરાટી ફેલાઈ

આ જ સમયે યોગાનુયોગ મોર્નિંગ વોક કરી પાછા ફરી રહેલા આ જ ફ્લેટમાં રહેતા બાલુભાઈ દીવાનભાઈ ગામિત (ઉં.વ. 69) પર મમતાબેન પટકાયાં હતાં. આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે બંનેનાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. આ બનાવની અમરાઈવાડી પોલીસને જાણ થતાં પીઆઈ આર.ટી.ઉદાવત સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને મમતાબહેન તથા બાલુભાઈની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી હતી. સુરતથી ભાઈના ઘરે સારવાર માટે આવેલી યુવતીએ લીધેલાં અંતિમ પગલાંથી પરિસ્કાર બિલ્ડિંગમાં લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આત્મહત્યાની આ ઘટનામાં બે વ્યકિતનાં મોતથી તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

અગાઉ પણ આવી ઘટના બની હતી

લગભગ દોઢથી બે દાયકા પહેલા ગાંધીનગરમાં સચિવાલયના બ્લોક નંબર 11 માં સાતમે માળેથી એક વ્યક્તિ આપઘાત કરવા માટે છલાંગ લગાવી હતી. દરમિયાન નીચે મહિલા કેન્ટીનની બહાર ભજિયાં ખાઈ રહેલા એક કર્મચારી ઉપર પડતા નીચે વાળા કર્મચારીનું મોત થયું હતું જ્યારે આપઘાત કરવા માટે છલાંગ લગાવનારો બચી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો