ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, ‘યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
અત્યારે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ છાસવારે આવા લાલચી ડોક્ટરો ઝડપાતા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટર (Lady Doctor) ગર્ભપાત (Abortion) માટે પૈસા અંગેની વાતચીત કરી હતી. યુવતી કુંવારી હોવાથી 10 હજાર રૂપિયા થશે એવી વાત પણ કેમેરામાં કેદ થઈ હતી. આ વાયરલ વીડિયો (viral video) ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) રાજ્યના બદાયુ શહેરની મહિલા ડોક્ટરનો છે. વીડિયો અંગે જાણ થતાં ફરિયાદના આધારે સીએમઓએ તપાસ શરૂ કરી દીધી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા ડોક્ટર સામે હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ થઈ રહેલો વીડિયો મંગળવારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વીડિયો ગાંધી ગ્રાઉન્ડ પનબડિયા નજીકની એક હોસ્પિટલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વીડિયો પ્રમાણે મંગળવારે ખાનગી હોસ્પિટલમાં બે મહિલાઓ પહોંચી હતી. તેમણે મહિલા ડોક્ટર સાથે વાત કરી હતી અને ગર્ભપાત કરાવવાનું છે કેટલા રૂપિયા થશે. મહિલા ડોક્ટરે પૂછ્યું કે જો યુવતી અવિવાહિત છે તો 10 હજાર રૂપિયા થશે. વિવાહિત હશે તો આનાથી ઓછામાં થઈ જશે.
ત્યારે બે મહિલાઓએ પૂછ્યું કે ગર્ભપાત ક્યારે થઈ શકે છે. મહિલા ડોક્ટરે જણાવ્યું કે તેઓ યુવતીને અત્યારે લઈ આવે અને થોડા સમયમાં લઈ જાઓ. આ દમરિયાન એક વ્યક્તિએ મહિલા ડોક્ટરનો વીડિયો પણ બનાવી લીધો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે સીએમઓ ડો. યશપાલ સિંહે આની તપાસ એસીએમઓ ડો. કેકે જોહરીને સોંપી હતી. અત્યારે ખાનગી હોસ્પિટલની મહિલા સામે કોઈ કાર્યવાહી થઈ નથી. સ્વાસ્થ્ય વિભાગના અધિકારી તપાસના આધાર ઉપર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.
સીએમઓ ડો. યશપાલ સિંહના જણાવ્યા પ્રમાણે આ મામલો મંગળવાર સાંજનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમણે કોના ગર્ભપાત કરવાની વાત કરી છે. આટલા રૂપિયા કેમ માંગ્યા. આ અંગે ત્યારે જાણી શકાશે જ્યારે તપાસનો રિપોર્ટ સામે આવશે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

