ટ્રેનમાં મુસાફરી કરતા લોકો સાવધાન! ટ્રેનમાં મુંબઈથી રાજસ્થાન જતી મહિલાને અમદાવાદમાં થયો કડવો અનુભવ

અત્યાર સુધી રાહદારીના કે પછી વાહન ચાલકના મોબાઇલ (Mobile) કે ચેઇન ખેંચીને (Gold chain) સ્નેચરો ફરાર થયા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જો કે હવે રેલવે સ્ટેશન (railway station) પર પ્લેટફોર્મ પરથી ઉપડેલી ટ્રેનના પ્રવાસીના (Train passenger) ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને લૂંટ કરી ગઠિયો ફરાર થઇ ગયો છે.

કાલપુર પોલીસ સ્ટેશનમાં હીનાબહેન એ ફરિયાદ નોંધાવી છે કે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 ઉપર મુંબઈથી રાજસ્થાન જવા માટે હીનાબહેન નામનાં મહિલા બાંદ્રા – જેસલમેર ટ્રેનમાં સવાર થઈને અમદાવાદ પહોંચ્યાં હતાં.

જ્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે હીનાબહેન બારીમાંથી બહાર લોકોની અવરજવર જાઈ રહ્યાં હતાં. થોડો સમય બાદ ટ્રેન ધીમી ગતિથી ઉપડી અને પસાર થતી હતી. દરમિયાન એક ગઠિયો હીનાબહેન જે સીટ પર બેઠાં હતાં. તે સીટની બારી પાસે આવ્યો હતો.

અને હીના બહેનના ગળામાં પહેરેલી સોનાની 75 હજારની ચેઈન ખેંચીને ભાગી ગયો હતો. ચાલુ ટ્રેનમાંથી સોનાની ચેઈન કોઈએ અચાનક ખેંચી લેતાં હીનાબહેને બુમાબુમ કરી નાખતાં ટ્રેનમાં સવારમાં અન્ય મુસાફરો તેમની મદદ માટે દોડી આવ્યા હતા.

હીનાબહેને સમગ્ર મામલાની હકીકત લોકોને જણાવીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અજાણ્યા ઈસમની સામે 75 હજારની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

જો કે મહત્વની બાબત તો એ છે કે રેલ્વે પ્લેટફોર્મ પરથી આસાનીથી ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ જાય તે ખૂબ જ ગંભીર બાબત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો