અમરેલીના ખાંભા તાલુકાના ગાઢ જંગલોમાં 18 સિંહોની વચ્ચે મહિલાએ 108માં એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો

લોકડાઉન વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા દેદાણ ગામમાં અચાનક ખુશીનો માહોલ જામી ગયો. અહીં એક મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતા ગામલોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. રવિવારે મધર્સ ડેના દિવસે મહિલાએ એક સાથે ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપતા ગામ લોકો પણ ખુશખુશાલ થઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દયા બારૈયા નામની આ મહિલાની ડિલિવરી ખૂબ જ ગંભીર રહી હતી. એકબાજુ તે લેબર પેઈનની પીડાથી કણસી રહી હતી, તો બીજી બીજુ સિંહો પણ ગર્જના કરી રહ્યા હતા. આ ગામની નજીકમાં જ 18 જેટલા સિંહો રહે છે. 108ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયલ, ગોવિંદ બાંભણિયાએ કહ્યું, અમને જ્યારે નરસી બારૈયાના ફોન આવ્યો કે તેની પત્ની દયાને લેબર પેઈન શરૂ થયું છે તો અમે તરત દેદાણ ગામ પહોંચી ગયા.

ગામમાં પહોંચતા જ બાંભણિયાને ધ્યાને આવ્યું કે, તેમની પાસે હોસ્પિટલ જવા માટેનો પણ સમય નથી. પોતાના અનુભવનો ઉપયોગ કરતા બાંભણિયાએ 108 એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવી.

આ વિશે બાંભણિયા કહે છે, હું 108 કોલ સેન્ટર દ્વારા ગાયનેકોલોજીસ્ટ સાથે કનેક્ટ થયો. ફોન પર મને જે પ્રમાણે કહેવામાં આવ્યું, મેં તેમ કર્યું. મેં મહિલાને એકબાદ એક ત્રણ બાળકો ડિલિવર કરવામાં મદદ કરી. હું મહિલાની મક્કમતાને સલામ કરું છે, જેને નોર્મલ ડિલિવરી થઈ. માતા અને તેના નવજાત બાળકોનું સ્વાસ્થ્ય હવે સારું છે.

રવિવારે રાત્રે બનેલી આ ઘટના 108ના ડ્રાઈવર રાજુ બોરીસાગરને હજુ ગળે નથી ઉતરી રહી. તે કહે છે, આ એવો અનુભવ છે જે જીવનભર મને યાદ રહેશે. અમારી એમ્બ્યુલન્સ ગીરના જંગલોની વચ્ચે ઊભી હતી. ખૂબ જ અંધારું હતું અને જેટલીવાર મહિલા પીડાથી કણસતી હતી. દરેક વખતે સિંહો પોતાની ગર્જનાથી તેનો જવાબ આપતા. મેં જોયું કેવી રીતે બાંભણિયાએ મહિલાને મદદ કરી અને મેં પણ મારાથી બની શકતી તમામ મદદ કરી.

અમરેલી 108 સર્વિસના પ્રોગ્રામ મેનેજર ચેતના ગઢે કહે છે, સૌથી મોટી મુશ્કેલી હતી અમારી પાસે મહિલાને ખાંભાની હોસ્પિટલમાં લાવવાનો સમય નહોતો, જે 18 કિલોમીટર દૂર હતી. આથી ત્યાંના ડોક્ટરને જ મહિલાની ડિલિવરી કરાવવી પડી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો