દુર્લભ ઘટના આવી સામે! બરોડાની 23 વર્ષની મહિલાએ મધ્યપ્રદેશમાં એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં શનિવારે 23 વર્ષિય યુવતીએ લગભગ 35 મિનીટમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 4 બાળક અને બે દીકરી છે. જોકે, જન્મના થોડા સમય બાદ જ પાંચ બાળકના મોત થઈ ગયા છે. જ્યારે એક બાળકની હાલત પણ ચિંતાજનક બતાવવામાં આવી રહી છે.

મળતી જાણકારી અનુસાર, આ ઘટના શ્યોપુર જિલ્લા હોસ્પિટલની છે, જ્યાં પ્રસવ પીડા થતા પરિવારજનો સાથે બરોડા (Baroda)ની નિવાસી મહિલા મૂર્તિ સુમન જિલ્લા હોસ્પિટલ પહોંચી. ડોક્ટરે જેવી સોનોગ્રાફિ કરી તો તેમણે જોયું કે, મહિલાના ગર્ભમાં એક-બે નહી પરંતુ 6 બાળકો છે. આ સોનોગ્રાફી જોયા બાદ હોસ્પિટલની નર્સોના પણ હાથ પગ ફૂલી ગયા, પરંતુ મહિલા અને પ્રસૂતિ રોગ નિષ્ણાંત ડોક્ટર બીએલ યાદવે કેસને સંભાળતા મહિલાની નોર્મલ ડિલેવરી કરાવી. મહિલાએ 35 મિનીટમાં 6 બાળકોને જન્મ આપ્યો.

સિવિલ સર્જન ડો. આરબી ગોયલે જણાવ્યું કે, બડોદા (Baroda)ની નિવાસી મૂર્તિ માલીએ શનિવારે સવારે જિલ્લા હોસ્પિટલમાં નિર્ધારિત સમય પહેલા ગર્ભાવસ્થાના 28મા અઠવાડીયે આજે સવારે 6 બાળકોને જન્મ આપ્યો છે.

બે બાળકોના મોત

તેમણે જણાવ્યું કે, તેમાંથી ચાર બાળક અને બે બાળકી હતી, તમામ બાળકનું વજન ખુબ ઓછુ હતું, તે કારણે બે બાળકીઓના જન્મ બાદ થોડા સમયમાં મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, આ નવજાતક બાળકીઓનું વજન ક્રમશ: 390 અને 450 ગ્રામ હતું. તેમણે જણાવ્યું કે, શેષ જીવિત ચાર નવજાત બાળકોનું વજન પણ ઘણું ઓછુ હતું અને ડોક્ટરો દ્વારા સતત દેખરેખ કરી તેમની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ થોડા કલાકો બાદ તેમાંથી ત્રણ બાળકોના પણ મોત થયા છે.

35 મિનીટ ચાલી પ્રસવ પીડા:

સિવિલ સર્જને જણાવ્યું કે, મહિલાની નોર્મલ ડિલેવરી થઈ તથા લગભગ 35 મિનીટ સુધી ચાલી. તેમણે કહ્યું કે, નિર્ધારિત સમય પહેલા પ્રસવ થવાના કારણે બાળકોનું વજન ઘણું ઓછુ હતું. ભોપાલના પ્રમુખ સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. મીતા અગ્રવાલે કહ્યું કે, આ એક દુર્લભ મામલો છે. તેમણે કહ્યું કે, સ્વાભિવક રીતે એક પ્રસવમાં વધારે બાળકોનો જન્મ દુર્લભ હોય છે. ઈન્ફર્લિટીનો ઉપચાર કરવાથી જ આની સંભાવના વધી જાય છે પરંતુ જો મહિલાને આ કુદરતી રીતે બાળકો થયા છે તો આ ખુબ દુર્લભ ઘટના કહેવાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો