78 વર્ષીય મહિલાએ રાહુલ ગાંધીના નામે કરી પોતાની આખી સંપત્તિ, 50 લાખ અને આટલુ સોનુ, કહ્યું: ‘ગાંધી પરિવારની દેશને જરૂર’

દેશની રાજનીતિમાં પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા મથી રહેલી કોંગ્રેસ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટી પર અનેક લોકો હજુ પણ વિશ્વાસ રાખીને બેઠા છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં ભલે કોંગ્રેસ ચૂંટણીમાં ફેંકાઈ ગઈ હોય, પરંતુ અહીં પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવામાં ચોક્કસ સફળ થઈ રહી છે.

હકીકતમાં ઉત્તરાખંડના 75 વર્ષની વૃદ્ધ મહિલાએ પોતાની તમામ સંપત્તિ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નામે કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે બાદ પાર્ટીમાં આંતરિક મતભેદો પર સપાટી પર આવવા લાગ્યા છે. ચૂંટણીમાં હારના કારણો જાણવા માટે મંથન થઈ રહ્યું છે. એવામાં આ મહિલા તરફથી ભરવામાં આવેલુ પગલુ ચોક્કસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવાનું કામ કરી શકે છે.

રાહુલ ગાંધીના નામે કેમ કરી સંપત્તિ?
દેહરાદૂનની આ મહિલાએ રાહુલ ગાંધીના નામે પોતાની તમામ સંપત્તિ કરવાનું ખાસ કારણ પણ જણાવ્યું છે. મહિલાનું કહેવું છે કે, રાહુલ ગાંધી અને તેમના વિચારોની દેશને જરૂરત છે.

78 વર્ષની મહિલા પુષ્પા મુન્જિયાલે પોતાની તમામ સંપત્તિના સ્વામિ રાહુલ ગાંધીને બનાવી દીધા છે. તેમણે તમામ પ્રોપર્ટી રાહુલ ગાંધીને નામ કરતાં દેહરાદૂન કોર્ટમાં વસીયતનામું રજૂ કર્યું છે.

પુષ્પા મુન્જિયાલનું કહેવું છે કે, તેઓ રાહુલ ગાંધીના વિચારોથી ઘણાં જ પ્રભાવિત છે. આથી તેઓ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીના પરિવારે દેશની સ્વતંત્રતાથી લઈને અત્યાર સુધી કાયમદ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે.પછી તે ઈન્દિરા ગાંધી હોય કે પછી રાજીવ ગાંધી હોય. ગાંધી પરિવારે દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી છે.

પુષ્પા પાસે કેટલી સંપત્તિ હતી?
ઉત્તરાખંડની આ મહિલાની સંપત્તિ વિશે વાત કરીએ તો, તેમની પાસે 50 લાખ રૂપિયાની સ્થાવર-જંગમ મિલ્કતો છે. આ સાથે 10 તોલા સોનું પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો