સાવધાન સુરતમાં હનીટ્રેપ ગેંગ સક્રિય! FB પર મિત્રતા કરીને પુરુષોને ફસાવી, બ્લેકમેઇલ કરી માંગે છે લાખો રૂપિયા, જાણી લો તે કઇ રીતે ફસાવે છે.
કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી. મહિલા મિત્ર સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ મહિલાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, આ મહિલા દ્વારા અગાવ કાપડ વેપારીના બે મિત્રો પાસે આજ રીતે બ્લેક મેઇલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે જાણતા આ કાપડનાં વેપારીએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સુરતમાં ફરી એક વાર શારીરિક સબંધ બાંધી બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ પહેલા તો પોતાના જાળમાં ફસાવી હની ટ્રેપમાં લોકોને ફસાવે અને પછી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવે છે. ત્યારે આ ગેંગ વિરુદ્ધ એક કાપડના વેપારી દ્વારા ફરિયાદ નોંધાવી છે. સુરતનાં વેડરોડ વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે આશીર્વાદ સોસાયટીમાં રહેતો પંકજ પોપટ સવાણી કાપડ નો વેપારી છે. પંકજભાઈ પરણિત અને બે બાળકોના પિતા છે. ત્યારે સપ્ટેમ્બર 2019માં પંકજને ફેસબુક પર એક મહિલાએ મિત્રતા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. કૃપા કનુભાઈ ડોબરિયા
આ કાપડના વેપારી દ્વારા મહિલા મિત્રતા સ્વીકારવામાં આવી હતી. ત્યાર બાદ આ બંનેવ વચ્ચે મિત્રતા થઈ હતી અને બનેવ વાત કરતા હતા અને મળતા હતા. વિધવા મહિલા એકલી રહે છે ત્યારે પંકજ ભાઈ પરણિત હોવાની વાત પણ કરવામાં આવી હતી. બંનેવ વચ્ચે પ્રેમ થતા કૃપાએ પંકજને શરીર સંબંધ બાંધવાનું કહેતા બંને કામરેજથી આગળ મનીષા હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ કૃપા પંકજને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું પંકજ પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ કૃપાએ 10 લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આ કાપડનાં વેપારીએ કૃપાથી કંટાળી જઈને અને બ્લેક મેઈલ કરતી હોવાને કારણે ચોકબજાર પોલીસમાં કૃપા વિરુદ્ધ અરજી આપી હતી. તયારે તપાસ કરતા કાપડનાં વેપારીને ખબર પડી હતી કે, આ મહિલા કૃપા સામે અગાઉ તેમના મિત્ર હસમુખ કાકડીયાને પણ સરથાણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ આપી હતી. ત્યારે હસમુખે પણ બદનામી ન થાય તે માટે કૃપા સાથે 30 લાખમાં સમાધાન કર્યું હતું. તેમજ પંકજનો મિત્ર નિલેશ ઉર્ફે પીટર પાસેથી પણ કૃપાએ આવી રીતે 6 લાખ પડાવ્યા હતા.કૃપાએ પંકજ વિરુદ્ધ પણ કામરેજ પોલીસમાં અરજી આપી હતી. નિલેશે પંકજને ફોન કરીને કહ્યું કે, કૃપા સાથે સમાધાન કરી નાખે. નિલેશે મહેશ દેવાણી નામના યુવકનો સંપર્ક કરાવ્યો હતો. મહેશે અલ્પેશ ડોંડા સાથે સંપર્ક કરાવ્યો હતો. પંકજને જાણવા મળ્યું કે, પંકજ કૃપા સાથે જોડોયેલો છે. પંકજે ત્રસ્ત થઈને કૃપા વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ કરીને રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

