સારવાર માટે આવેલી મહારાષ્ટ્રની મહિલા પર નરાધમ ડોક્ટરે મોઢું દબાવી જબરદસ્તીથી આચર્યું દુષ્કર્મ

ડોક્ટરને જ્યાં એકબાજુ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને હાલ કોરોના મહામારીના સમયમાં ડોક્ટરો ખડેપગે લોકોની સેવા કરી રહ્યા છે. તેવામાં નરાધામ ડોક્ટરનો એક ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે સારવાર કરવા જતી મહિલા પાર લેભાગુ ડોક્ટરે દાનત બગાડી જબરદસ્તી દુષ્કર્મ કર્યાંનો કિસ્સો નિઝર પોલિસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકો જેને ભગવાન તરીકેનો દરજ્જો આપે છે એવા તબીબ જ્યારે સારવાર લેવા ગયેલી મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરે ત્યારે સમગ્ર તબીબ જગત શર્મશાર થઇ જાય છે. એવો જ કિસ્સો બન્યો તાપીના નિઝર તાલુકાના મોરંબા ગામે. એક તબીબે સારવાર લેવા આવેલી મહારાષ્ટ્રીયન મહિલાની લાજ લુંટી લીધી. હાલ તો આ તબીબની ડીગ્રી પણ છે કે નહિ તે પણ તપાસનો વિષય બની રહ્યો છે.

નિઝર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાની મહિલાને શરીરે દુખાવો થતાં ગત તારીખ.05/06/2020ના રોજ સારવાર કરવા માટે કુકરમુંડા તાલુકાના મોરંબા ગામે રહેતાં રાજેન્દ્ર ગોરજીભાઈ ઠાકરે (રહે. ફોરેસ્ટ. લાખાપૂર. તા. તલોદા.જી.નંદુરબાર)ના ત્યાં આવી હતી. મહિલાની સારવાર દરમિયાન લેભાગુ ડોકટરની નિયત બગડતાં મહિલાને મરજી વિરુદ્ધમાં જોર જબરજસ્તી કરી દવાખાનામાં મુકેલ લોખંડના પલંગ ઉપર સુવડાવી મોઢું દબાવી દઈ તેણીની સાથે શારીરિક સંભોગ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ નિઝર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે.

જે અંગેની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કરી રહ્યા છે. હવે વધુમાં સવાલ એ ઊભો થાય છે કે મહિલા પર દાનત બગાડનાર આ ડોક્ટર બોગસ તો નથી ને? કારણ કે એના ક્લિનિકની બહાર કોઈ નેમ પ્લેટ કે કોઈ ડોક્ટરી નોંધણીનું બોર્ડ લાગ્યું નથી. સ્થાનિક પોલિસ અને સ્થાનિક તંત્રને જાહેર જનતા અપીલ કરી રહ્યા છે કે આવા લેભાગુ ડોક્ટરો કેટલા છે તેની તપાસ કરી એમના પાર સખત કાર્યવાહી કરે જેથી ભગવાન સમાન ગણાતા ડોક્ટર પર કોઈ આંગળી ના ચીંધે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો