કચ્છમાં વાસનાંધ બનેલા નરાધમે પરિણિતા પર દુષ્કર્મ ગુજારીને ગુપ્તાંગમાં ન કરવા જેવા કૃત્યો કર્યા, વીડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી
વિશ્વ મહિલા દિવસની ઉજવણીના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રાપર તાલુકાના સુવઇ ગામે એક 28 વર્ષીય પરિણીતા સાથે તેના જ ગામના એક શખ્સે દુષ્કર્મ ગુજારતી વખતે ઉતારેલી વીડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. જે વીડિયો ક્લિપ વાયરલ થઇ છે તેમાં પરિણીતા સાથે અધમતાની સીમા વટાવી જાય તેવા દુરાચારો આચરવામાં આવ્યા છે. આ મામલે પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. પૈસાની લેતી-દેતીના મામલામાં પરિણીતા પર હેવાનિયતની હદ વટોળી દેતો અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાગડ પંથકના રાપર તાલુકાના સુવઇ ગામના એક ખેતરમાં પરિણીતા સાથે આચરાતા દુષ્કર્મની વીડિયો ક્લિપ વાયરલ થઇ હતી, જેમાં એક શખસ ભોગ બનનારી પરિણીતાની અશ્રુધારા સાથે આજીજી અને કાલાવાલાને અવગણીને તેની સાથે દુષ્કર્મ આચરતો જોવા મળે છે. એટલું જ નહીં છેલ્લા સાતેક માસથી ધાક-ધમકી કરીને દુષ્કર્મ આચરતો હતો. વીડિયો ક્લિપ વાયરલ થવાના પગલે પોલીસ હરકતમાં આવી હતી અને પરિણીતા અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ હેવાનિયત આચરનાર સામે ગુનો દાખલ કર્યો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ પરિણીતાએ તેની પાસે ઘરેણા ગીરવી મૂકીને નાણાં લીધા હતા તેની વસૂલાત કરવા અનવર ઉર્ફે અનિયો કોલી નામનો નરાધમ શખ્સ સતત દુષ્કર્મ આચરતો જે તેની નીચતા અને અધમતાની હદ વટોળી ગયો હતો. હાલે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પરિણીતા સાથે નીચતા અને માનસિક વિકૃત્તિની ચરમસીમાને પાર કરી જાય તે હદે અનિયા કોલીએ તેની સાથે પીડાજનક બળાત્કાર ગુજાર્યો હતો. એક સાઇડમાં પોતાનો મોબાઇલ ફોન રાખી તેના દ્વારા વીડિયો શૂટિંગ ઉતારતો હતો. પરિણીતા આંખોમાં આંસુ અને શરીરની પીડા સાથે તેને વિનવણી કરતી હતી, પરંતુ વાસનાંધ બનેલો હેવાન તેના ગુપ્તાંગમાં ન કરવા જેવા કૃત્યો કરતો હતો.
જે વીડિયો ક્લિપ ફરતી થઇ છે તેમાં એવું જોવા મળે છે કે, આ નરાધમ બળાત્કાર કરવાની સાથોસાથ બાજુમાં પડેલી સિગારેટ સળગાવી તેના કસ ખેંચી પીડિતાના ગુપ્તાંગ પર ડામ આપતો હતો ત્યારે પીડિતા દર્દભરી ચીસો પાડતી રહી હતી. એટલું જ નહીં આ નરાધમે પીડિતાના એ અંગ પર ચપલનો માર મારતો હતો. દર્દભરી ચીસ સાથે પીડિતા તેને વારંવાર વિનવણી કરતી રહી હતી અને તે વિકૃત પિશાચી આનંદ લેતો હતો.
આરોપીને ઝડપી લેવા માટે પાંચ ટીમ બનાવાઇ: પીઆઇ
માનવતાની નહીં પણ શેતાનિયતની પણ હદ વટોળી દેતા આ ઘૃણાજનક બનાવનો આરોપી પરિણીતાના એક સગાના ખેતરમાં ખેતમજૂરી કરે છે. ફરિયાદ લખવાની સાથે સાથે પોલીસે તેને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.વસાવાના જણાવ્યા પ્રમાણે હાલ આરોપીના બંને મોબાઇલ બંધ આવે છે, તેને ઝડપી લેવા પાંચ ટીમો બનાવી આખા સીમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં તે ઝડપાઇ જશે. છેલ્લા છએક માસ દરમિયાન તે ભોગ બનનારી પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

