અમદાવાદમાં પરિણીત પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ અડધી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે કર્યું આવું કૃત્ય

અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. વિગત એવી છે કે અહીંની એક યુવતીએ પોતાના લગ્ન પછી પણ તેના લગ્ન પહેલાના પ્રેમી સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગેની જાણ તેણીના સાસરિયાઓને થતાં તેમણે તેમની પુત્રવધૂને પિયર મોકલી આપી હતી. પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ પ્રેમી યુવક અડધી રાત્રે તેના ઘરે પહોંચી ગયો હતો. જોકે, અડધી રાત્રે ઘરે પહોંચેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે તેની પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આ મામલે બંને પરિવારજનો વચ્ચે સમાધાન બાદ પણ મામલો ગરમ રહેતા આખરે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાઇ છે.

લગ્ન કર્યા બાદ ગાંધીનગર ખાતે રહેતી 28 વર્ષીય યુવતીને સંતાનમાં એક દીકરો છે. યુવતીને તેના દૂરના એક સંબંધી યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો. આ બાબતે તેના સાસરિયાઓને જાણ થતાં તેને પિયરમાં મોકલી આપી હતી. પરિણીતા એક દિવસ તેના પિયરમાં હતી ત્યારે આ પ્રેમી યુવક મનોજ પરમાર અડધી રાત્રે તેના ઘરની બારી ખખડાવતો હતો. બારીનો અવાજ આવતા પરિણીતા ઉઠી ગઇ હતી અને જોયું તો તેનો પ્રેમી હતો. પરિણીતાને એવું લાગ્યું કે તે તેને મળવા આવ્યો છે. જોકે, અહીં મનોજે કોઈ કારણોસર તેની પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આ સમયે પરિણીતાની માતા પણ જાગી ગઇ હતી.

આ મામલે મનોજ અને પરિણીતાના પરિવારજનો ભેગા થયા હતા અને આખરે સમાધાન થયું હતું. પણ બાદમાં પરિણીતાના ભાઇએ મનોજના પરિવારને ગાળાગાળી કરતા આખરે મહિલાએ મનોજ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 323 અને 507 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો