રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે, ‘પુત્રી પરત જોઈતી હોય તો હોટલમાં…’, માસૂમને મેળવવાની ખેવનાએ માતાએ બધું જતું કર્યું

નવ મહિના સુધી જે બાળકને પોતાના પેટમાં પાળ્યું હોય તેને મેળવવા માટે માતા કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મોરબી પંથકમાં પરણાવેલી મહિલાને પતિ સાથે ચાલતા કોર્ટ કેસનો ગેરલાભ લઈ મોરબીના બંગાવડીમાં રહેતાં પતિના જ મિત્ર નરેશ ઠાકોરે પુત્રી પરત અપાવી દેવાની લાલચે બોલાવી ધમકી આપી રાજકોટની હોટેલમાં સમયાંતરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાના આરોપસર નરેશ સામે ગુનો નોંધાયો છે.

મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં મોરબી પંથકમાં નવ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્રી છે. દંપતી વચ્ચે ખટરાગ થતાં મહિલા રાજકોટ માતા સાથે રહેવા આવી ગઈ હતી. ચાર વર્ષ પહેલાં પતિ સામે જામનગર કોર્ટમાં કેસ કર્યો હતો. 2016ની સાલમાં કોર્ટની તારીખે મહિલા ગઈ હતી ત્યારે પુત્રીને સાથે લઈ ગઈ હતી. પતિ તથા સસરા બંને પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને બહાર લઈ ગયા હતા. અને અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. જે તે સમયે મહિલાએ પુત્રીના અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. એ સમય દરમિયાન મહિલાના પતિ નરેશ ઠાકોરે મહિલાનો સંપર્ક સાધી પુત્રી પરત અપાવી દઉ, પરંતુ બે લાખ રૂપિયા આપવા પડે અથવા હું કહું ત્યાં આવવું પડે.

નાણા ન હોવાથી પુત્રી પરત મેળવવાની ખેવાનાએ મહિલાને રાજકોટમાં બસ સ્ટેશન પાછળ હોટલમાં મહિલાને બોલાવી હતી. બંનેએ પોતાના આઈડી આપ્યા હતા અને રૂમમાં ગયા હતા. જ્યાં મહિલાને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. ફરી છ દિવસ બાદ એ જ સ્થળે બોલાવીને દુષ્કર્મ ગુજારી અંગત પળોનું મોબાઈલમાં શૂટિંગ કરી લીધું હતું. એ દરમિયાન પોલીસે બાળકીને પરત અપાવી દીધી હતી. જે બાદ નરેશે આ કેસમાં ગેરલાભ ઉઠાવી અંગત પળોની સીડી પતિને આપી હતી. જે સીડી પતિએ કોર્ટમાં રજૂ કરતાં મહિલાને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે આ છળકપટ થયું હતું. જે બાદ મહિલાએ નરેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો