અ’વાદમાં સામે આવી ચોંકાવનારી ઘટના: પત્નીએ પતિનાં મોબાઈલમાં અન્ય પુરુષ સાથે અંગત પળો માણતાં એવાં ફોટા જોયા કે…

એક યુવતી પોતાને સારો પતિ મળે તે માટે નાનપણથી અનેક વ્રતો કરતી હોય છે. પણ જો લગ્ન બાદ પતિ પત્ની સાથે કોઈ સંબંધ જ ન રાખે તો. આવું જ કાંઈક બન્યું અમદાવાદની મહિલા સાથે. લગ્ન બાદ સુહાગરાત તો ઠીક પણ આઠ-આઠ દિવસ સુધી પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાધ્યા ન હતા. જે બાદ પત્નીને શંકા જતાં તેણે પતિની જાસૂસી કરી અને પછી એવી હકીકત સામે આવી કે યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે યુવતીએ તેના પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના દાણીલીમડામાં રહેતી યુવતીએ 2019માં તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન કર્યાંના આઠ દિવસ થઈ ગયા હોવા છતાં પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાધ્યો ન હતો. જે બાદ પત્નીને શંકા જતાં તેણે આ મામલે પહેલાં પોતાની નણંદ અને બાદમાં સાસરીયાઓને વાત કરી હતી. જે બાદ સાસરીયાઓ કહ્યું કે, પતિનો રિપોર્ટ કઢાવ્યો છે અને બધું નોર્મલ છે.

પતિ HIVગ્રસ્ત હોવાનો ચોંકાવનારો ખુલાસો

પણ યુવતી માટે હજુ પણ સ્થિતિ સુધરી ન હતી. જે બાદ યુવતીએ પોતાની બહેનને આ અંગે વાત કરી હતી. ત્યારે બહેન કહ્યું કે, શરૂઆતમાં આવું રહેતું હોય છે, પણ થોડા દિવસમાં બધું ઓકે થઈ જશે. પણ યુવતી માટે કાંઈ ઓકે થયું નહીં. જે બાદ યુવતીએ અન્ય ડોક્ટર પાસે લઈ જઈ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. અને આ વખતે સાસરીયાઓ નહીં પણ યુવતીના હાથમાં પતિનો રિપોર્ટ આવી ગયો હતો. રિપોર્ટમાં પતિ HIVગ્રસ્ત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

અન્ય પુરુષો સાથે પતિનાં સંબંધ બાંધતા ફોટો

તો તેના થોડા દિવસો બાદ યુવતીના હાથમાં પતિનો મોબાઈલ આવી ગયો હતો. જેમાં તેણે પતિનાં અન્ય પુરુષો સાથેનાં સમલૈગિંક સંબંધો બાંધતા ફોટા જોયા. આ ફોટા જોઈને યુવતી પોતાના હોશ ગુમાવી બેઠી. તેણે આ મામલે પતિને વાત કરતાં તેણે કહ્યું કે, મેં લંડનમાં સમલૈગિંક લગ્ન કરેલાં છે, અને મારા માતા પિતા આ મામલે બધું જાણે છે. જે બાદ આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને શારીરિક- માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો