અમદાવાદમાં મૂવી જોવા ગયેલી યુવતી વોશરૂમ ગઈ ને પતિએ ચેક કર્યો મોબાઈલ, પછી મોબાઈલમાં એવું મળ્યું એવું કે પતિએ રસ્તા પર જ માર્યાં 4 લાફા

હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટરમાં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની વોશરૂમ જતાં પતિએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો. જેમાં અન્ય યુવકો સાથેની ચેટીંગ જોઈ પતિએ પત્નીને બહાર રોડ પર લઈ જઈ લાફા માર્યા હતા.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, બોડકદેવમાં રહેતાં યુવાને એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, છોકરી ભણતી હોવાથી તે તેનાં પિયરે રહે છે. બંને પતિ-પત્ની સોમવારે નાઈટ શોમાં મૂવી જોવા ગયા હતા. તેવામાં મૂવીમાં ઈન્ટરવલ પડતાં યુવતી પોતાનો ફોન પતિને આપીને ગઈ હતી. અને આજના જમાનામાં અનુભવાતી અસુરક્ષાની લાગણીને લઈ પતિએ મોકો મળતાં જ યુવતીનો ફોન ફંફોસવા લાગ્યો હતો.

પતિએ સૌથી પહેલાં યુવતીનું વોટ્સએપ ચેક કર્યું હતું. આ સમયે યુવતીનાં અન્ય યુવકો સાથેની ચેટિંગ હતી. પત્નીની પરપુરુષો સાથેની વોટ્સએપ ચેટ વાંચીને જ પતિ ક્રોધિત થઈ ઉઠ્યો હતો. જેવી જ પત્ની વોશરૂમથી પાછી આવી કે તરત જ પતિ તેને થિયેટરની બહાર લઈ ગયો હતો. અને ચેટિંગ દેખાડી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. આ કોણ છે, કેમ આની સાથે વાતો કરે છે, એમ પુછી ઉશ્કેરાયેલાં પતિએ સાવ છેલ્લી કક્ષાની ગાળો બોલી હતી અને યુવતીને ઉપરાઉપરી ચાર લાફા મારી દીધા હતા.

યુવકના થપ્પડો ખાઈ યુવતીને ચક્કર આવી ગયા હતા. અને તે ત્યાં જ પડી ગઈ હતી. મારામારીને કારણે હાઈવે પર લોકો ભેગાં થઈ ગયા હતા. જેને કારણે યુવક પત્નીને ત્યાં જ એની હાલતમાં છોડીને જતો રહ્યો હતો. તો થોડીવાર બાદ સ્વસ્થ બનેલી યુવતી પણ રીક્ષામાં બેસીને ઘરે જતી રહી હતી. આ મામલે તેણે ઘરે જઈને પોતાના પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવારની સલાહ સૂચનથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્શેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો