સગા દિયરે ભાભીનું અપહરણ કરી મિત્રોને બોલાવી કર્યો સામૂહિક બળાત્કાર, દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદ

અમરેલીઃ સાવરકુંડલામાંથી સગા દિયરે જ પોતાની ભાભીનું અપહરણ કરીને રાજુલા લઈ ગયા બાદ પોતાના મિત્રને પણ બોલાવીને પોતાની જ પત્નીની મદદથી બન્ને શખશોએ સામૂહિક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે.

દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદઃ ત્રણે આરોપીઓ ફરાર..

હાલમાં ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયાં છે. આ અંગેની વિગતો મુજબ હાલમાં ભાવનગર રહેતા અને મૂળ રાજુલાના એક પરિવારની પરિણીતાનું તા.૯ના રોજ તેનો જ દિયર સાવરકુંડલાના બસ સ્ટેશનમાંથી અપહરણ કરીને રાજુલા લઈ ગયો હતો અને બાદમાં આ દિયરે પોતાન મિત્ર સુરેશ સાથે મળીને મહિલાને એક રુમમાં ગોંધી રાખી ઢીકા પાટુનો માર મારીને બળજબરીથી બન્ને શખશોએ એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો.

આ કામમાં દિયરની પત્નીએ પણ મદદ કરી હતી. ઘટનાના દિવસો બાદ ભોગ બનેલી મહિલાએ પોતાના દિયર, દેરાણી અને દિયરના મિત્ર સુરેશ સામે સાવરકુંડલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

આ અંગેની વધુ વિગતો માટે તપાસનિશ પીએસઆઈ એસ. એસ. ગોહેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, આરોપીઓ ભોગ બનનારના દિયર, દેરાણી અને દિયરનો મિત્ર છે. હાલમાં આ ત્રણે ફરાર છે અને હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો