સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ કરવા ચોથ બાદ ફરવા ગયો પરિવાર પછી ત્યાં સેલ્ફી લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત
અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી (Selfie) પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) બની છે. અહીં કરવા ચોથ (karwa chauth) બાદ એક પરિવાર ફરવા માટે ઇન્દોરથી ખરગોન જામઘાટ ગયો હતો. જ્યાં મહિલાનો સેલ્ફી લેતા સમયે પગ લપશ્યો હતો અને તે 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપડ્યું હતું. છ કલ્કાની ભારે મહેનત બાદ લાશને ખીણમાંથી બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે મુખ્યાલયથી આશરે 65 કિલોમિટર દૂર મંડલેશ્વર રાજમાર્ગ ઉપર ઘુમાવદાર ઘાટ ઉપર આ દુર્ઘટના ઘટી હતી. માનવામાં આવી રહ્યું છે કે, કરવા ચોથ બાદ ઇન્દોરમાં રહેનારા વિકાસ બાહેતી પોતાની પત્ની નીતૂ અને પુત્રી સાથે ખરગોનના જાામઘાટ ફરવા માટે ગયા હતા.
મંદિર મંડલેશ્વર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ટીમની સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઊંડી ખીણમાં મહિલાની લાશ શોધવાનું શરું કર્યું હતું. આશરે છ કલાકની ભારે મહેનત બાદ મહિલાની લાશ ગાઢ જંગલોમાંથી મળી હતી. લાશને લાકડીથી બાંધીને બહાર કાઢવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે જામગેટ ફરવા ગયા બાદ ગેટથી થોડા નીચે ઘાટ સેક્શનમાં સેલ્ફી લેવા માટે તેઓ રોકાયા હતા. ઘાટના કિનારા ઉપર સેલ્ફી લેતા સમયે નીતૂનો પગ લપશ્યો હતો. તે 800 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ જોઈને પતિના હોશ ઉડી ગયા હતા. નીતૂની ચીસો સાંભળીને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
મંડલેશ્વર પોલીસ સ્ટેશન પ્રભારી સંતોષ સિસોદિયાએ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટ્રીએ આ ઘટના અકસ્માત લાગી રહી છે. સેલ્ફી લેતા સમયે મહિલાનો પગ લપશ્યો અને તે ખીણમાં ખાબકી હતી. જોકે, અત્યારે ઘટનાની તપાસ ચાલી રહી છે. મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

