‘મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજો,’ સુરતમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી
હાલમાં સુરતમાં કોરોના મહામારી (Coronavirus in surat) પોતાની ચરમસીમા પર છે ત્યારે હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. તેવામાં એક મહિલા તબીબે (Woman Doctor committed suicide) પોતાન ઘરમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ મહિલા તબીબનો મૃતદેહ તેના ધરમાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, પોલીસને મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પિતા પ્રત્યેની અપાર લાગણીઓ દર્શાવી છે. દીકરીએ મરતામરતા પણ પિતાની ચિંતા કરતા લખ્યું, ‘હું મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, મારા પપ્પાનું ધ્યાન રાખજો’
સુરત શહેરમાં એક તરફ કોરોના વાઇરસનો કહેર. રોજના 800-900 કેસ અને કોરોના સામે જંગ લડી રહેલા તબીબો. લોકો ખરેખર સફેદ પીપીઈ કીટમાં ફરતા તબીબોને ઇશ્વર માનતાં થઈ ગયા છે તેવામાં તબીબી આલમમાં ચકચાર મચાવતી એક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તાર ખાતેની ખાનગી હોસ્પિટલ ખાતે કામ કરતી મહિલા તબીબનાં આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના અડાજણના મુક્તાનંદ સોસાયટી પાર્ક કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી 29 વર્ષીય ડોક્ટર અહલ્યા સથીષ ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતી હતી.એક-બે દિવસથી તેના પરિચિત ડોક્ટર ફોન કરતા હતા. પરંતુ તેણીએ ફોન રિસીવ કર્યા નહતા જેથી તેમની બહેનપણીઓને શંકા-કૂશંકા સેવાતા તેના પરિચિત વ્યક્તિના ઘરે ગયા હતા.
જ્યાંથી ચાવી લઈને ઘરનો મેઇન દરવાજો ખોલ્યો હતો. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસને જાણ કરી હતી. બાદમાં દરવાજો તોડ્યા બાદ તે રૂમમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા ચોંકી ઉઠ્યા હતા જોકે આ મામલે પોલીસ તપાસ શરૂ કરતા મરનાર મહિલા તબીબ અહલ્યાએ હાથમાં ઈન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈને આપઘાત કર્યો હતો. તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું પપ્પાનું ધ્યાન રાખજો.’
આ અંગે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે.જોકે આ સમયે હાલમાં તબીબોની હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે, તેવામાં આ મહિલા તબીબનાં આપઘાતને લઈને તબીબી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

