કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો, રાજકોટમાં હાર્ટ એટેકથી યુવક રોડ પર ઢળી પડતા માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોક્ટરને ભગવાન માનવામાં આવી રહ્યા છે. આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં ડોક્ટરો પોતાનો ધર્મ નીભાવી યુવકની જિંદગી બચાવવા પ્રસાય કર્યો હતો.આજે મંગળવારે સવારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.અજીતસિંહ વોકિંગ કરતાં હતા. ત્યારે ગુલામ હુસેન નામના મુસ્લિમ યુવકને હાર્ટ એટેકનો હુમલો આવતા તે રોડ પર ઢળી પડ્યો હતો. આથી ડો.અજીતસિંહે સમય પારખી પંપીંગ ચાલુ કરી દીધું હતું. આ સમયે ત્યાંથી પસાર થતાં અપેક્ષા સુવા નામની નર્સેપણ માઉથ ટુ માઉથ શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. બંને ડોક્ટરની સરાહનીય કામગીરીથી યુવકના શ્વાસ ફરી શરૂ થતા સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાની મહામારીમાં પણ ડોક્ટરે જ્ઞાતિ-જાતિ જોયા વગર પોતાનો ધર્મ નીભાવ્યો

કોરોનાની ભયંકર મહામારી વચ્ચે પણ પોતાના જીવની પરવા કર્યા વિના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર બીજાની જિંદગી બચાવા માટે માઉથ ટુ માઉથ શ્વાસ આપ્યો હતો. આટલી નજીકથી સારવાર આપવી એ ઇશ્વર કાર્યથી જરા પણ ઓછું ન કહેવાય. ડો.અજીતસિંહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા ત્યારે તેઓ રસ્તામાં જ મરણ પામ્યા હતા. 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવાનના પલ્સ પણ આવી ગયા હતા. પરંતુ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. માઉથ ટુ માઉથ શ્વાસ આપનાર મહિલા નર્સિંગ સ્ટાફના હોવાનું મારા જાણવામાં આવ્યું છે. મારી કરતા તેઓએ સારો પ્રયાસ કર્યો હતો. આ બનાવ આજે સવારે 7 વાગ્યા આસાપાસ બન્યો હતો.

મારા માટે તે વ્યક્તિની જિંદગી બચે તે માટેનો પ્રયાસ હતોઃ નર્સ
નર્સ અપેક્ષા સુવાએ જણાવ્યું હતું કે, 6.30થી 7 વાગ્યા વચ્ચેની ઘટના હતી. હું રોજ વોકિંગ કરવા જાવ છું. ત્યારે અંકલ વોકિંગ કરતા કરતા અચાનક જ બેસી ગયા હતા અને ત્યાં જ લાંબા કર્યા હતા. આથઈ હું ત્યાં દોડી ગઇ મે CPR આપવાનું ચાલુ કરી દીધું હતું. મે લોકોને બોલાવતા લોકો લોકો દોડી આવ્યા અને મારી મદદ કરી હતી. હું એવું કેમ માની લઉં કે તે કોરોના દર્દી છે. આથી મે માઉથ ટુ માઉથ શ્વાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. મારા માટે તે વ્યક્તિની જિંદગી બચાવવાનો પ્રયાસ હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો