રાજકોટના જંગલેશ્વરની કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી કરનાર મહિલા તબીબ મનીશા પરમાર, ગાયનેકોલોજીસ્ટ મહિલા તબીબને સલામ

રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકને પણ જન્મ આપ્યો. પરંતુ આ મહિલાની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મનિશા પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ફેક્શન લાગવાનો ભય તો રહેતો જ હોય છે. પરંતુ એક ડોક્ટરની પણ ફરજ હોય છે કે આવા સમયે દર્દીની સારવાર કરવી જ પડે. આપણે આપણી ફરજ ક્યારેય ચૂકવી ન જોઇએ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પરિવારના સભ્યો પણ ચિંતા કરતા હોય છે: મહિલા તબીબ

મહિલા તબીબે વધુમાં જણાવ્યું હતું કે, ઘરે પણ લોકો ચિંતા કરતા હોય છે. ફરજની કોઈ દિવસ ના પાડી નથી. પરંતુ પૂરતી કાળજી રાખવાની વારંવાર સલાહ ઘરનાં પરિવારના સભ્યો આપતા જ હોય છે. જો માતા કોરોના પોઝિટિવ હોય અને બાળકને જન્મ આપ્યો હોય પછી બાળકનું સેમ્પલ લેવામાં આવે છે. આ બાળકનું સેમ્પલ લઇ પરીક્ષણ કરતા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

માતા અને બાળક બંને હાલ સ્વસ્થ છે તે સારી બાબત છે: ડો.ગોસ્વામી

રાજકોટમાં પ્રથમ વખત કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ થઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. પુત્રને જન્મ આપ્યા બાદ તુરંત જ બાળકને અલગ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા છે. જો કે હજુ પૃથક્કરણ માટે બીજી વખત ટેસ્ટ કરવામાં આવશે. ગાયનેક વિભાગના વડા ડો. કમલ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બાળક અને મહિલા બંને હાલ સ્વસ્થ છે તે સારી બાબત છે. બાળકને પણ કોઇ સમસ્યા નથી અને નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેથી આગળના નિર્ણય માટે મેડિસિન વિભાગ, ગાયનેક વિભાગ તેમજ પીડિયાટ્રિક વિભાગ સંકલન કરીને નિર્ણય લેશે.

માતાનું દૂધ અપાય છે તેનાથી ચેપ લાગવાની શક્યતા નથી

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હાલ બાળકને તેની માતાથી અલગ રખાયું છે. તેનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પણ 48 કલાક પછી ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. બાળક સ્વસ્થ છે અને અત્યારે તેને માતાનું દૂધ અપાય છે તેનાથી ચેપ લાગવાની શક્યતા નથી. બીજી વખત રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે બાળકને તેની માતા સાથે રાખી શકાશે કે નહીં. ઉપરાંત મહિલાના ગર્ભમાં પણ કોરોનાનો ચેપ લાગે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. જે પણ કેસ નોંધાયા છે તેમાં પ્રસૂતિ બાદ બાળકના રિપોર્ટ નેગેટિવ જ આવ્યા છે. બાળક પર 24 કલાક નજર રાખવા માટે એક નર્સિંગ સ્ટાફ તૈનાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો