ગાંધીનગરના રૂપાલમાં બાળક તેડીને ગરબે રમતી મહિલાને હાર્ટ-અટેક આવ્યો અને ઢળી પડી, કેમેરામાં કેદ થયું Live મોત

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં લગ્નના પ્રસંગમાં ગરબે રમતી એક મહિલાને હાર્ટ-અટેક આવતાં તે ત્યાં જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો છે.

ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષીય કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયાં હતાં. લગ્ન પ્રસંગ હોવાથી ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં કલ્પનાબેન પણ ગરબે ઘૂમી રહ્યાં હતાં. આ દરમિયાન કોઈને પણ ખબર નહિ હોય કે આ પ્રસંગ એકદમ દુઃખમાં ફેરવાઈ જશે. કલ્પનાબેનને અચાનક હાર્ટ-અટેક આવ્યો અને તેઓ ગરબામાં રમતાં રમતાં જ નીચે પડી ગયાં હતાં, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને અત્યંત ચોંકાવનારાં દૃશ્યો સામે આવ્યાં છે.

લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો

ગણતરીની સેકન્ડમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મહિલાને અચાનક હાર્ટ-અટેક આવતાં તેઓ નીચે પડી ગયાં હતાં. જે જોઈ તેમનાં સગાં-સંબંધીઓ ભેગા થઈ મહિલાને ઉઠાડવાના ઘણા પ્રયાસો કર્યો, પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાને અટેક આવ્યો ત્યારે તેના ખોળામાં એક બાળક હતું, જોકે સદનસીબે બાળકને કોઈ ઈજા પહોંચી નથી. ઘટના બાદ સગાંઓએ 108ને ફોન કરી બોલાવી હતી. એમ્બ્યુલન્સે ઘટનાસ્થળે આવી મહિલાની સારવાર શરૂ કરી હતી, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

હાર્ટ-અટેકનાં મુખ્ય કારણો

* હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં કોઈ બાધા આવે ત્યારે હાર્ટ-અટેક આવે છે. ધમનીઓમાં અચાનક ક્લાટ જમા થવાથી 100% અવરોધ આવવાથી હાર્ટ-અટેક આવે છે.

* હૃદયમાં દુખાવો અથવા ભારીપણું મહેસૂસ થાય તો એ હાર્ટ-એટેકનાં સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત શ્વાસ ચડી જવો, પરસેવો થવો, ઊલટી પણ એનાં લક્ષણો છે. હાર્ટ-અટેકનાં લક્ષણો ઘણી વખત તરત જ જોવા મળતાં હોય છે.

* હાર્ટ-અટેકનું કારણ ખરાબ જીવનશૈલી છે. ખાન-પાનમાં અનિયમિતતા અને ઓછી ઊંઘ લેવાથી પણ હાર્ટ-અટેક આવી શકે છે.

* હાર્ટ-અટેક આવે તો તરત દર્દીને એસ્પિરિનની 2 ગોળી આપવી જોઈએ. ત્યાર બાદ ECGના માધ્યમથી ડાયગ્નોસિસ કરાવવો જોઈએ. બંધ ધમનીઓને દવા આપીને ખોલી શકાય છે.

હાર્ટ-અટેક આવ્યા પછી શું કરવું?

જો તમને હાર્ટ-અટેક આવ્યો હોય તો બની શકે હૃદયને નુકસાન થયું હોય. આવું થવા પર તમારા હૃદયના ધબકારા અને રક્તને પંપ કરવાની ક્ષમતાને અસર થઇ શકે છે. આ ઉપરાંત તમને બીજો હાર્ટ-અટેક, કિડની ડિસઓર્ડર જેવી બીમારીઓનું જોખમ રહે છે. એવામાં તમે આ સ્ટેપ્સ ફોલો કરીને હાર્ટ સંબંધિત ભવિષ્યની તકલીફોને ઓછી કરી શકો છો.

ત્રણ વાતનું ખાસ ધ્યાન રાખો

મહામારી દરમિયાન હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે. કોઈપણ પ્રકારની ભૂલ કે શરીર પ્રત્યે બેદરકારીથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવુંઃ

* સંતુલિત વ્યાયામ: જો તમે કસરત કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે શરીરને આદત હોય એટલી જ મૂવમેન્ટ કરો. વધારે કસરત ન કરો, કારણ કે એનાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે.

* સંતુલિત ડાયેટ: મહામારી ફેલાયા પછી લોકો મોટા ભાગના સમયે ઘરમાં જ છે તેવામાં ડાયેટ બાબતે સતર્ક રહો. જો ઘરમાં ખાવાની વસ્તુઓ હોય તોપણ વારંવાર ખાધા ન કરો. વધારે ભોજન ન કરો.

* સલાહ આપી હોય એ રીતે જ દવા લો: ઘણીવાર લોકો પોતાની દવાને લઈને જાગ્રત હોતા નથી. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, થોડા સમય મોડું તો ચાલે છે, પણ સવારની દવા બપોરે અને બપોરની દવા રાતે ન લો. ડોક્ટરે જણાવેલા સમયે જ એ દવા લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો