રાત્રે ઘરમાં ઊંઘી રહેલી માતા અને બે બાળકોને કરડ્યો સાપ, માતાનું થયું મોત, બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

રાજસ્થાનના (rajasthan)બૂંદી જિલ્લાના હાથીખેડા ગામમાં રાતે ઊંઘમાં એક પરિવારમાં માતા સહિત ત્રણ બાળકોને ઝેરીલો સાપ કરડ્યો (Woman Dies After Snake Bite)હતો. જેમાં માતાનું મોત થયું છે. જ્યારે ત્રણ બાળકો બેભાન થઇ ગયા છે. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. રાત્રે એક વાગે થયેલી ઘટના દરમિયાન બાળકો સાથે રૂમમાં ઊંઘી રહેલી નિર્મલાએ સાપ કરડવાની સૂચના પરિવારજનોને આપી હતી. નિર્મલા સહિત તેની પાસે ઊંઘી રહેલા ચાર બાળકોમાંથી ત્રણ બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. આ કારણે પરિવારજનો દ્વારા કોટાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નિર્મલાનું મોત થયું છે. જ્યારે બાળક પ્રદીપ, મહિપ અને સોનાક્ષીની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાના સંબંધમાં પીડિત પરિવારના સભ્યો અને સંબંધીઓ પાસે મળેલી જાણકારી પ્રમાણે નિર્મલા પોતાના પુત્ર પ્રદીપ, પુત્રી સોનાક્ષી, સમીક્ષા અને મહિપ સાથે ઊંઘી રહી હતી. આ દરમિયાન રાતના 1 વાગે તે રૂમમાં સાપ આવ્યો હતો અને નિર્મલાને કરડ્યો હતો. આ દરમિયાન નિર્મલાને દર્દ થયું તો તેણે લાઇટ કરીને જોયું તો સાપ રૂમમાંથી બહાર નીકળતો જોયો હતો. નિર્મલાએ સાપ કરડવાની જાણકારી પરિવારજનોને આપી હતી.

સાપ કરડવાની ઘટના પછી પરિવારે મકાનની અંદર ફરી રહેલા સાપને શોધ્યો હતો અને તેને મારી નાખ્યો હતો. જે પછી નિર્મલા સહિત તેના પુત્ર-પુત્રી અને ભત્રીજાઓને ઉલ્ટીઓ થવા લાગી અને તબિયત બગડવા લાગી હતી. પરિવારજનો સારવાર માટે કોટા લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન નિર્મલાનું મોત થયું છે. બાળકોની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો