ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓ સાવધાન, નડિયાદમાં હિટરથી કરંટ લાગતાં મહિલાનું મોત નિપજયું, બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં મહિલાનું મોત નિપજયું હતું. બનાવને પગલે પરિવારના હૈયાફાટ રુદનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નડિયાદના અમદાવાદી બજારની બહાર સિંધી ચાલીની બાજુમાં રહેતા 30 વર્ષીય કાજલબેન મુકેશભાઈ ભીલ સવારે પોતાના ઘરમાં કામકાજ કરી રહ્યા હતા. દરમિયાન હિટરથી પાણી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમણે વાસણમાં હાથ નાંખતા તેમનો હાથ હીટરને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. કરંટ ઝાટકાથી તેઓ દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાયા હતા. જેને કારણે લોખંડના દરવાજા પર પણ તેમને કરંટ લાગ્યો હતો. જેથી બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમણે તુરત જ લાકડીઓના પ્રહારથી મહિલાને લોખંડના દરવાજાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે લાકડીઓના પ્રહાર કરતી વખતે લાકડીઓમાં પણ કરંટ આવી રહ્યો હતો, એટલી હદે કરંટ બાદમાં સ્થાનિકોએ 108નો સંપર્ક કર્યો હતો, જો કે કોઈક કારણસર 108 ન પહોંચતા ખાનગી વાહન મારફતે મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ લખાય છે ત્યાં સુધી ટાઉન પોલીસ મથકે બનાવ અંગે કોઈ નોંધ થવા પામી નથી.

બે નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

મૃતક કાજલબેન (ઉં.વ.30)ના બે બાળકો હતા. એક 9 વર્ષનો પુત્ર અને એક 3 વર્ષનો પુત્ર. પતિ મજુરીકામ કરી જીવન ગુજરાન ચલાવતા હતા. જો કે કુદરતને જાણે શું મંજુર હોઈ તેમ સવારે અકસ્માતે બનેલ ઘટનાએ પરિવાર વેરવિખેર કરી નાંખ્યો હતો. કરંટ લાગવાથી કાજલબેનનું મોત થયું હતું બે નાનકડા બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારજનોના રુદનને પગલે વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો