સુરતમાં પ્રસૂતિ બાદ મહિલા ડૉક્ટર પર લાગ્યા ગંભીર આરોપ, બીજા દિવસે પણ બોડી સ્વીકારવાનો ઇનકાર, મહિલાઓ પણ ધરણાં પર બેઠી

સુરતમાં બુધવારે પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મહિલાનાં મોતનાં બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારીને પીએમ રૂમ બહાર ધરણાં પર છે.

ઉનાપાણી રોડની અપૂર્વ હોસ્પિટલમાં પરિણીતાનો પ્રસૂતિ દરમિયાન મોત થયું હતું, તેથી, પરિજનોએ હોસ્પિટલની બેદરકારીના કારણે પરિણીતાનું મોત થયાનો આક્ષેપ કરીને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. જ્યાં સુધી ડોક્ટરો વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમ સામે મોટી સંખ્યામાં પરિણીતાના પરિજનોએ હાજર રહી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરી પ્રદર્શન કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વરાછામાં એલ.એચ રોડ પર કાપોદ્રા વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં રહેતા અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના વતની 33 વર્ષીય દયાબેન મયૂરભાઈ કેવડિયા ગર્ભવતી હોવાથી ઉનાપાણી રોડ પર આવેલી અપૂર્વ ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મંગળવારે સવારે દયાબેનને પેટમાં દુખાવો બપોરે અપૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સાંજે ડોક્ટરોએ નોર્મલ ડિલિવરી થશે તેવું જણાવ્યું હતું.

બાદમાં ડોક્ટરોએ જણાવ્યું કે દયાબેનને સિઝેરિયન કરીને બાળકનો જન્મ કરાવવો પડશે. પરિજનોએ સિઝેરિયન કરવાની મંજૂરી આપતા ઓપરેશન શરૃ થયું હતું. દયાબેન બાળકીને જન્મ આપ્યો હતો. તેને બાદ અચાનક રક્તસ્ત્રાવ વધી ગયો હતો, તેથી ડોક્ટરોએ જણાવ્યું કે તેને લોહી ચડાવવું પડશે. 10 બોટલ લોહી ચઢાવવું પડયું હતું. દયાબેનની હાલત અચાનક ગંભીર થઇ ગઇ હતી. તેથી, ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાંથી બીજા ડોક્ટરને બોલાવ્યા હતાં. બાદમાં દયાબેનને એમ્બ્યુલન્સ મારફતે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત થયું હતું.

દયાબેનનું મોત થતાં પરિજનો ઉશ્કેરાઈ ગયા હતાં. તેણે ડોક્ટરની બેદરકારીના કારણે પરિણીતાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પીએેમ માટે બોડી સ્મીમેર હોસ્પિટલમાં મુકાઈ હતી. બુધવારે સવારે મોટી સંખ્યામાં દયાબેનના સગાસંબંધીઓ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૃમની બહાર એકત્ર થયા હતાં.

તેમણે ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી. દયાબેનના પતિ મયૂરભાઈએ જણાવ્યું કે અપૂર્વ હોસ્પિટલના ડોક્ટર અશોક શાહ અને શીલા શાહ વિરુદ્ધ જ્યાં સુધી ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરીશું નહીં. બુધવારે સાંજે લાશ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી હતી. મયૂરભાઈને સંતાનમાં નવજાત બાળકી ઉપરાંત નવ વર્ષનો ફલ્ગુન છે. નવજાત બાળકીની હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કાર્ડિયોગ્રામ રિપોર્ટ ખોટો આપ્યો

મયૂરે ડોક્ટર પર આક્ષેપ કરતા જણાવ્યું કે અમને દયાબેનનો ર્કાિડયોગ્રામ રિપોર્ટ ખોટો આપવામાં આવ્યો હતો. પ્રથમ રિપોર્ટ હોસ્પિટલ તંત્રે ફડી નાખ્યો હતો. બાદમાં અમે માંગણી કરતા બીજો નકલી રિપોર્ટ આપવામાં આવ્યો હતો.

અમે બરાબર સારવાર કરી છે: ડો.અશોક શાહ

સમગ્ર પ્રકરણમાં ડોક્ટર અશોક શાહે જણાવ્યું કે અમે દર્દીની બરાબર સારવાર કરી છે. બધા સ્ટેપ લીધા છે. દર્દીને સારું થાય માટેની તમામ કોશિશ કરી છે. સુરતની સારામાં સારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા ભલામણ કરી છે.

અમે સેમ્પલ લીધા છેઃ ડો.ઇલ્યાસ

સ્મીમેર હોસ્પિટલમાં દયાબેનનું પેનલ ફોરેન્સિક સાથે પીએમ કરનાર ડો.ઇલ્યાસ શેખે જણાવ્યંુ કે મોતનું કારણ જાણવા સેમ્પલ લીધા છે. સેમ્પલ ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો