કોરોના ડરથી 3 હોસ્પિટલોએ ડિલિવરી કરવાની ના પાડી, પછી મહિલાના ઘરે દેવદૂત બની પહોંચ્યા આ ડૉક્ટર

મુંબઈમાં પૂજા ભીસે નામની એક યુવતીને શુક્રવારે રાત્રે અચાનક પ્રસુતિની પીડા ઉપડી ત્યારે તેના પરિવારજનો તેને લઈને હોસ્પિટલ દોડ્યા. જોકે, તેમને સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો કે પૂજાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા તેમને કેટલા ધક્કા ખાવા પડશે. સાકીનાકા વિસ્તારમાં રહેતી આ મહિલાને તાવ આવતો હોવાથી તેને કોરોના હશે કે કેમ તેવા ડરથી ત્રણ હોસ્પિટલોએ તેની ડિલિવરી કરાવવાનો ઈનકાર કરી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પૂજાનો પતિ વરસતા વરસાદમાં પહેલા તો તેને ઘાટકોપરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈને ગયો. ત્યાં પૂજાને એડમિટ તો કરાઈ પરંતુ તેને તાવ આવતો હોવાથી પહેલા તેને પરેલમાં આવેલી કસ્તુરબા હોસ્પિટલ લઈ જઈ કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે તેમ કહેવાયું. વરસાદ એટલો જોરદાર હતો કે પૂજાને પરેલ લઈ જવી અશક્ય નહોતી. જેથી, તેને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલ લઈ જવાઈ, ત્યાં બેડ ખાલી નથી તેમ કહી તેને એડમિટ ના કરાઈ.

બે હોસ્પિટલોમાં મેળ ના પડતા આખરે પૂજાને જાગૃતિનગરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાઈ, પહેલા ત્યાં તેને એડમિટ કરવાનો ઈનકાર કરાયો પરંતુ પછી હોસ્પિટલે એક લાખ રુપિયા માગ્યા. રકઝક બાદ હોસ્પિટલ 60 હજાર લેવા તૈયાર થઈ, પરંતુ તેને તાત્કાલિક ભરવાનું કહેવાયું. જોકે, પૂજાના પતિ દત્તાત્રેયે થોડી રાહ જોવા કહ્યું તો હોસ્પિટલે ઈનકાર કરી દીધો.

આખરે ક્યાંય મેળ ના પડતાં પોતાની પત્નીને પારાવાર પીડામાં જોઈ પોતે પણ દુ:ખી થઈ રહેલા પૂજાના પતિને ડૉ. રવિન્દ્ર મ્હાસ્કે યાદ આવ્યા. જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરતા મ્હાસ્કેને ત્યાં આ કપલ પહેલા પણ ગયું હતું. પૂજાને તાવ આવતો હતો, અને પોતે પણ ડિલિવરી કરાવવાનો ખાસ અનુભવ ના ધરાવતા હોવા છતાં ડૉ. મ્હાસ્કે મહિલાના ઘરે અડધી રાત્રે દોડી ગયા.

થોડીવારમાં જ પૂજાએ એક દીકરીને જન્મ આપ્યો. તાવ તેમજ અહીંથી તહીં ભટકવાને કારણે પૂજામાં અશક્તિ આવી ગઈ હતી. ડૉક્ટરે તેને ગ્લુકોઝની બોટલ ચઢાવી. તેમણે ગરીબ પરિવાર પાસેથી કોઈ ફી તો ના જ લીધી, ઉલ્ટાનું તેમને કરિયાણું પણ ભરાવી આપ્યું. પૂજાનો પતિ ડૉ. મ્હાસ્કેનો આભાર માનતા કહે છે કે કપરા સમયમાં તેઓ અમારા માટે દેવદૂત બનીને આવ્યા હતા.

મુંબઈના સંઘર્ષનગરમાં ડૉ. મ્હાસ્કે 2010થી ક્લિનિક ચલાવે છે. BHMSની ડિગ્રી ધરાવતા આ ડોક્ટર ગરીબીમાં જ ઉછર્યા છે. મુંબઈ મિરર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા ગરીબ ખેડૂત હતા. તેઓ સ્કૂલમાં હતા ત્યારથી જ નોકરી કરતા હતા. કોલેજ દરમિયાન તેમણે ખ્યાતનામ સર્જન અને ગાયનેક સાથે કામ કર્યું હતું. મુંબઈમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે ત્યારે પણ આ ડૉક્ટરે એકેય દિવસ પોતાનું ક્લિનિક બંધ નથી રાખ્યું, અને તેઓ લોકોના ઘેરઘેર જઈ કોરોના અંગે જાગૃતિ ફેલાવાની સાથે લોકોને દવાઓ પણ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો