સુરતમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા લાશ સ્વીકારવા ઇનકાર કરી પરિવારજનો ધરણાં પર બેઠા

મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસને જાણ કરી દીધી હતી. ત્યારે આ મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોએ ડોક્ટર સામે ગુનો નોંધવાની માગ કરી ધરણા પર બેઠા છે.

સિઝર બાદ બાળકીનો જન્મ થયો

કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં દયાબેન મયુરભાઈ કેવડિયા (ઉ.વ.33) પરિવાર સાથે રહેતા હતા. ગર્ભવતી દયાબેનને ગત રોજ પ્રસૂતિની પીડા થતા સવારે 11.30 કલાકે મહિધરપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા સુધી નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ 5 મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો.

પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કર્યા હોવાનો આક્ષેપ

પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકીના જન્મ બાદ દયાબેનને ઓક્સિજન પર રાખવા પડશે હોવાનું કહી બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ દયાબેનની તબિયત બાબતે કંઈ પણ કહ્યા વગર 10 બોટલ લોહી મંગાવી લીધું હતું અને કહ્યું હતું કે સિઝરમાં લોહી વધુ વહી ગયું છે. 1 કલાક બાદ અન્ય ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને ગંભીર હાલતમાં દયાબેનને ખસેડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હોસ્પિટલમાંથી નીચે ઉતારતા જ દયાબેનનું શરીર ઠંડુ પડી ગયું હોવાનું જણાયું હતું. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં દયાબેન પર પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

બાળકીની હાલત પણ નાજુક

મૃતકના જેઠ જયેશભાઈ કેવડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દયાબેનને મૃત્યુ અંગે રિપોર્ટ માગ્યા તો કોઈ રિપોર્ટ આપ્યા ન હતા. ડોક્ટરની બેદરકારીથી દયાબેનનું મોત થયું છે. લાલ દરવાજાની નજીકની હોસ્પિટલના બદલે દૂર આવેલી અન્ય ખનાગી હોસ્પિટલમાં ખસેડાયા જે સૌથી મોટી ભૂલ હતી. નવજાત બાળકી 3 કિલો અને 400 ગ્રામની છે. જોકે, તેને પણ ગંભીર ખેંચ આવી રહી છે. પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને અમારા દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

ન્યાયની માંગ સાથે ધરણા

સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠાં થયેલા પરિવારજનો અને સબંધીઓ ધરણા પર બેસી ગયા છે અને ન્યાયની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ ન નોંધવામાં આવે ત્યા સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે આ ઘટના અંગે ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક થઈ શક્યો નથી.

તબીબો તરફથી પુરા પ્રયાસો કર્યા હતા

કોઈ પણ દર્દીના કેસમાં તબીબો બેસ્ટ કામ કરવાનો પ્રયત્ન કરે છે આ કેસમાં પણ ડો.શીલા શાહ અને ડો.અશોક શાહે બેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દર્દીના પરિવારના આક્ષેપો હશે પણ તબીબો તરફથી પુરા પ્રયાસો કર્યા હતા. – ડો. અલોક શાહ, તબીબનો પુત્ર..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close